સુરતમાં એક શિક્ષિકાએ વેકેશનમાં બાળકોને ભણાવ્યા પર્યાવરણના પાઠ

સુરતમાં એક શિક્ષિકાએ વેકેશનમાં બાળકોને ભણાવ્યા પર્યાવરણના પાઠ
સુરતમાં એક શિક્ષિકાએ વેકેશનમાં બાળકોને ભણાવ્યા પર્યાવરણના પાઠ

શિક્ષિકા દ્વારા સોસાયટીમાં ખાતરવાળા સીડ બોલ બનાવી બાળકોને ચોમાસામાં રોપવા માટે અપાયા

સુરત પાલિકાની શાળાના એક શિક્ષિકા દ્વારા વેકેશન દરમિયાન પણ બાળકોને પર્યાવરણના પાઠ ભણાવ્યામાં આવ્યા છે, હાલ શાળામાં વેકેશન હોવાથી પોતાની સોસાયટી અને આસપાસના બાળકોને પર્યાવરણ અંગે જ્ઞાન આપે છે અને તેઓએ ખાતર સાથે સીડ બોલ બનાવ્યા છે અને તેને આગામી ચોમાસામાં તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે ઍંગે બાળકોને સમજાવવામાં આવ્યું છે.

શિક્ષિકા પ્રિયા કારીયાએ પોતાની સોસાયટી અને આસપાસની સોસાયટીના બાળકોને ભેગા કરીને તેઓ પાસે સીડ બોલ બનાવડાવ્યા છે. ગુજરાતની જુદી જુદી સીડ બેંકમાં ત્યાં વિના મુલ્યે સીડ આપવામાં આવે છે તેમની પાસે જુદા જુદા બીજ મંગાવ્યા હતા. બાળકોને કેટલાક વિડીયો બતાવીને આ સીડ બોલનો ઉપયોગ કેવી રીતે થાય તે સમજાવ્યું હતું. ત્યારબાદ કોકોનેટ પીટ અને ખાતરનો ઉપયોગ કરીને તેની વચ્ચે બીજ મુકવામાં આવ્યા હતા .

આ સીડ બોલ બનાવીને જ્યારે ચોમાસું શરૂ થશે ત્યારે પડતર જગ્યા હોય અને ત્યાં છોડ ઉગી શકે તેવી જગ્યાએ આ સીડ બોલ ફેંકવામા આવશે. આવા પ્રકારના સીડ બોલ થી અનેક જગ્યાએ સફળતા પુર્વક વૃક્ષારોપણ થયાં છે તેવી જ રીતે સુરતમાં પણ થઈ શકે તેવો પ્રયાસ કરવામા આવ્યો છે.