શેરમાર્કેટ તૂટ્યા બાદ તેજીની તરફ

શેરમાર્કેટ તૂટ્યા બાદ તેજીની તરફ
શેરમાર્કેટ તૂટ્યા બાદ તેજીની તરફ

સપ્તાહના અંતમાં કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયાની શરૂઆત મામૂલી મજબૂતી સાથે થઈ છે. 1 ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 3 પૈસા વધીને 74.68 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે ગુરૂવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 74.71 ના સ્તર પર બંધ થયો હતો.

સપ્તાહના અંતિમ દિવસે બજારમાં નબળાઇ જોવા મળી રહી છે. નિફ્ટી 15635 સુધી લપસી ગયો હતો. HDFC Twins, Icici Bank અને RIL એ દબાણ બનાવ્યું છે. નિફ્ટી બેન્કમાં સૌથી વધારે એક ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ મિડકેપ મજબૂતી સાથે ઉભો છે. હાલ 10:46 ના સમયે નિફ્ટી 15,723, સેન્સેકસ 54,528, બેન્ક નિફ્ટી 35,191 પર જોવા મળી રહી છે.

Subscribe Saurashtra Kranti here

શેરમાર્કેટ સવારમાં તૂટ્યા બાદ એકંદરે તેજી તરફ વધારો થતો જોવા મળ્યો હતો. આજના દિવસે ટાટા સ્ટીલ, બજાજ ફાઇનન્સ, JSW સ્ટીલ, tcs અને ટાટા મોટર્સના શેરમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે બજાજ ઓટો, આઇસર મોટર્સ, એક્સિસ બેન્ક અને રિલાયન્સ લોસમાં જોવા મળ્યા છે.

Read About Weather here

રક્ષા મંત્રાલય સાથે 499 કરોડ રૂપિયાના કરાર બાદ Bharat Dynamicsના શેર લગભગ 5 ટકા ભાગ્યો છે. કંપની એરફોર્સ માટે આકાશ મિસાઇલનું production કરશે.

Jp Morganની TCS પર ઓવરવેટ રેટિંગ આપી છે અને સ્ટોકના લક્ષ્યાક 3680 રૂપિયા સુધી કર્યા છે. Macquarieએ TCS પર આઉટપરફૉર્મ રેટિંગ આપી છે અને શેરના લક્ષ્યા 3640 રૂપિયા નક્કી કર્યા છે.