શું અમદાવાદ ઓલીમ્પીક રમાડશે ? ઇતિહાસના ત્રિભેટે ગુજરાત

ટોક્યો ઓલમ્પિક પર લાગી શકે છે કોરોનાનું ગ્રહણ
ટોક્યો ઓલમ્પિક પર લાગી શકે છે કોરોનાનું ગ્રહણ

અમદાવાદને ઓલીમ્પીકનું યજમાનપદ મળે તો ગુજરાતની બલ્લે… બલ્લે…

12થી વધુ રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય ક્ધસન્ટન્ટની સેવાઓ લેતું ‘ઔડા’, 2036નાં ઓલીમ્પીક મેળાવડાના યજમાન બનવા તડામાર તૈયારીઓ શરૂ, આઇઓસી સમક્ષ મજબુત દાવો મુકવા માટેનો સમગ્ર રોડ મેપ તૈયાર

જો વિશ્વના સૌથી મોટા ખેલકુદ મેળાવડાનું આયોજન મળે તો અર્થતંત્ર દોડશે પુરપાટ, વિશ્ર્વભરમાંથી આવનારા એથ્લીટ માટે 35 હજારથી વધુ એપાર્ટમેન્ટ બનશે, ખાસ ઓલીમ્પીક વિલેજનું નિર્માણ, અલગ-અલગ સ્થળે રમતો યોજાશે

જો બધુ સમુહસુતર પાર પડી જાય તો ગુજરાત વિશ્વના નકશા પર એક અલગ પ્રકારનું સ્થાન પ્રાપ્ત કરશે અને ઇતિહાસ રચાઇ જશે. ભારત સરકારના ખેલ અને યુવા બાબતોના મંત્રાલયના આદેશથી ગુજરાતના વિકસીત અને અગ્રીમ મહાનગર અમદાવાદમાં વિશ્ર્વના સૌથી મોટા ખેલકુદ મેળાવડા ઓલીમ્પીક સ્પર્દ્યાઓનું આયોજન કરવા માટેનું મજબુત દાવો અમદાવાદ તરફથી નોંધાવવામાં આવનાર છે.

Subscribe Saurashtra Kranti here

આ માટેની તડામાર તૈયારીઓ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે અને ઇન્ટરનેશનલ ઓલીમ્પીક કાઉન્સીલમાં અમદાવાદનો ઓલીમ્પીક યજમાન તરીકેનો દાવો નોંધાવવા માટે ક્ધસલ્ટન્ટની સેવાઓ લેવામાં આવી રહી છે. અમદાવાદને યજમાનગીરીનો દાવો કરવામાં પધ્ધતી સર મદદ કરવા માટે 12 જેટલા રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય ક્ધસલ્ટન્ટોએ તૈયારી બતાવી છે અને ઔડા દ્વારા ક્ધસલ્ટન્ટ પસંદ કરવાની અને નામ ફાઇનલ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

જો અમદાવાદને ઓલીમ્પીકનું આયોજન પદ મળે તો વિશ્વભરમાં ગુજરાતનો દબદબો સ્થાપીત થશે અને દંકો વાગી જશે. ગુજરાતમાં અર્થતંત્રને પણ બુસ્ટર ડોઝ મળશે અને વિશ્વ સ્તરે ગુજરાતનું નામ રોશન થઇ જશે. ભારતમાં પણ અગાઉ કયારેય વિશ્વની આ સૌથી મોટી અને પ્રતિષ્ઠીત ખેલકુદ સ્પર્દ્યાઓ યોજાઇ નથી. એશીયાડ અને કોમનવેલ્સ ગેમનું ભારતમાં આયોજન થયું છે પરંતુ ઓલીમ્પીકની યજમાનગીરી હજુ સુધી કદી મળી નથી.

હવે 2036ની ઓલીમ્પીક સ્પર્દ્યાઓ માટે યજમાન બનવા અમદાવાદનો દાવો કરવાનું ભારત સરકારે નક્કી કરવા ગુજરાત માટે ગૌરવ રૂપ ઘટના બની છે. એટલે જ અમદાવાદને ઓલીમ્પીકની યજમાનગીરી માટે શ્રેષ્ઠ અને યોગ્ય તથા લાયક સ્તરે બનાવવા યુધ્ધના ધોરણે તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે.

આ માટેનો એટલે કે પાયાના માળખા અને નવા બાંધકામોનો ખર્ચ ભારત સરકાર અને ગુજરાત સરકાર બન્ને વહેંચી લેશે કા તો 60-40નાં ધોરણે ખર્ચની વહેંચણી થશે અથવા તો 50-50 ટકાના ધોરણે કેન્દ્ર અને રાજય સરકાર ઓલીમ્પીકના આયોજન માટે ખર્ચ કરશે એ બધુ હવે નક્કી થશે. આ માટે એક ખાસ એસવીપી વસાવવા ગુજરાત સરકારે કેન્દ્ર પાસેથી ખાસ ફંડની માંગણી કરી છે. એસવીપી એટલે સ્પેશીયલ પપઝ વ્હીકલ ઓલીમ્પીક માટે જરૂરી છે.

Read About Weather here

આયોજનનો દાવો મજબુત રીતે અને પધ્ધતીસર આઇઓસી સમક્ષ મુકવા માટે ક્ધસલ્ટન્ટની સેવા અત્યંત મહત્વની છે. અમદાવાદમાં રમતવીરો માટેના રહેણાંક સ્થરો, રમત-ગમતના સ્થાનો, સ્ટેડીયમ વગેરે ઓલીમ્પીકને છાજે એ રીતે તૈયાર કરવા પડે. સાબરમતી રીવરફ્રન્ટ પર ભાટ ગામ પાસે વિશ્ર્વભરના રમતવીરો માટે ખાસ ઓલીમ્પીક વિલેજ ઉભુ કરવામાં આવશે એ માટે લગભગ 35 હજાર એપાર્ટમેન્ટ બનાવવામાં આવશે. જે 4 થી 5 બેડ રૂમના હશે. રીવરફ્રન્ટ પર નવી આધુનીક શ્રેણીબધ્ધ હોટેલો પણ ઉભી કરવામાં આવનાર છે.

આ તમામ તૈયારીઓ સાથેનો અહેવાલ અને અમદાવાદનો દાવો તૈયાર કરવાની ક્ધસલ્ટન્ટની જવાબદારી હોય છે. દળદાર સાહિત્ય તૈયાર થઇ ગયા બાદ જુલાઇમાં ક્ધસલ્ટન્ટો સાથે સંભવત 19 તારીખે ઔડા દ્વારા ખાસ બેઠક યોજવામાં આવશે અને દાવેદારી કરવાનો એકશન પ્લાન તૈયાર કરી લેવામાં આવશે.

ઓલીમ્પીકનું યજમાન બનવું એ કોઇ નાની સુની વાત નથી. 2036માં અમદાવાદને યજમાન પદ મળે એવી શકયતા હોવાથી તૈયારીઓ માટે હજુ દોઢ દાયકા જેવો સમય છે. ઓલીમ્પીક માટેના રમત-ગમતના સ્થળો, સ્ટેડીયમ અને તેની સવલતો, એથલીટોના રહેણાંક વિસ્તારની સગવડો, લોખંડી સુરક્ષા વ્યાસ્થાની તૈયારીઓ વગેરે તમામ હકીકતોની ચકાસણી કરવામાં આવી રહી છે અને એ મુુજબ જોરદાર આયોજન ઔડા દ્વારા ચાલુ કરી દેવામાં આવ્યું છે. જો આયોસી અમદાવાદના નામને મંજુરીની મહોર મારી દેશે તો વિશ્વભરમાં ગુજરાતનું નામ રોશન થઇ જશે અને એક નવો ઇતિહાસ રચાશે. ગરવી ગુજરાતની વિશ્વભરમાં બલ્લે… બલ્લે… થઇ જશે. (સૌજન્ય : ટાઇમ્સ ઓફ ઈન્ડિયા)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here