શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાર્થી શિક્ષકોમાં રોષ

શિક્ષક સજજતા સર્વેક્ષણનો બહિષ્કાર કરવા પ્રતિજ્ઞા પત્રો તૈયાર
શિક્ષક સજજતા સર્વેક્ષણનો બહિષ્કાર કરવા પ્રતિજ્ઞા પત્રો તૈયાર

પરીક્ષા રદ કરવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ- ગુજરાત દ્વારા મુખ્યમંત્રી, ના.મુખ્યમંત્રીને રજૂઆત

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ બાબતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ અને મહામંત્રીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ના.મુખ્યમંત્રી નીતિન પટેલને લેખિત રજૂઆત કરતા જણાવેલ કે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાત રાજયના બે લાખ જેટલા પ્રાથમિક શિક્ષકોની શિક્ષક સજ્જતા સર્વેક્ષણના નામે પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવેલ છે.  

Visit Saurashtra Kranti Homepage here

આ નિર્ણયથી શિક્ષકો અપમાનની લાગણી અનુભવી રહ્યા છે. શિક્ષકો ખૂબજ ઉંચી લાયકાત સાથે ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી ટેટ, ટાટ અને એચ.ટાટ પરીક્ષા પાસ કરીને સરકારી પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયા છે.

વખતો-વખત શિક્ષણ વિભાગ દ્વારા અપાતી વિવિધ તાલીમો પ્રાપ્ત કરી શિક્ષક સજ્જતા સુસજજ બનેલ છે અને તાલીમ દરમ્યાન પણ પ્રિ.ટેસ્ટ અને પોસ્ટ ટેસ્ટ આપીને શિક્ષકો સજજતા પ્રાપ્ત કરતા હોય છે.

Read About Weather here

આમ, છતાં શિક્ષકોની પરીક્ષા સી.સી.ટી.વી. કેમેરાની નજર હેઠળ લેવાનું નક્કી થયું હોય શિક્ષકોમાં ખૂબ અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. માટે દરેક જિલ્લામાંથી પત્ર દ્વારા રાજ્ય સંગઠન પાસે આ પરીક્ષા રદ કરવાની શિક્ષકોએ, કાર્યકર્તાઓએ અને હોદ્દેદારોએ રજુઆત કરેલ છે તો લાખો શિક્ષકોની લાગણી અને માંગણીના અનુસંધાને આ સર્વેક્ષણના રૂપમાં લેવાનાર પરીક્ષા રદ કરવા બાબતે યોગ્ય કરવા રજૂઆત કરાઈ છે.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here