શામળાજી બાદ હવે અંબાજી મંદિરમાં પણ ટૂંકા વસ્ત્રો સાથે મંદિરમાં નહીં મળે પ્રવેશ

Ambaji-Temple-અંબાજી
Ambaji-Temple-અંબાજી

Subscribe Saurashtra Kranti here

શામળાજી મંદિર ટ્રસ્ટ બાદ અંબાજી મંદિર ટ્રસ્ટએ નિર્ણય લીધો

અંબાજી મંદિર

શામળાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવનાર ભક્તોને પ્રવેશ પર પાબંધીનો મુદ્દો અટક્યો નથી ત્યાં તો ગુજરાતના વધુ એક મંદિરમાં આ પ્રકારનો નિયમ લાગૂ કરી દીધો છે. શામળાજી મંદિર ટ્રસ્ટ બાદ અંબાજિ મંદિર ટ્રસ્ટએ નિર્ણય લીધો છે કે વેસ્ટર્ન લુકવાળા કપડાં પહેરીને શ્રદ્ધાળુ મંદિરમાં પ્રવેશ કરી શકશે નહી. મંદિરના પ્રવેશ દ્રાર પર આ સૂચનાનું બેનર પણ લગાવવામાં આવ્યું છે.

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્રારા કહેવામાં આવ્યું છે કે ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચ્યા બાદ મંદિર વહિવટીતંત્રએ નિર્ણય લીધો છે કે મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવનારને પ્રવેશ આપવામાં નહી આવે. જોકે મંદિર ટ્રસ્ટનું એ પણ કહેવું છે કે આ નિયમ જૂનો છે પરંતુ બોર્ડ ખરાબ થઇ જતાં નવું બોર્ડ લગાવવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં શામળાજી મંદિરમાં નાના વસ્ત્રો પહેરીને આવનારને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કોઇ નાના કપડાં પહેરીને આવે છે તો તેમને પીતાંબર પહેર્યા બાદ જ પ્રવેશ મળશે.

Read About Weather here

અંબાજી મંદિર પહેલાં ગુજરાતના અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર ટ્રસ્ટે ટૂંકા કપડાં પહેરનારા મુસાફરોને પ્રવેશને અનુમતિ ન આપવાનો નિર્ણય કર્યો છે. ટ્રસ્ટનું કહેવું છે કે મંદિરમાં ટૂંકા કપડાં પહેરીને જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંદિરમાં ટૂંકા કપડાં પહેરીને આવનારને પીતાંબર પહેર્યા બાદ જ પ્રવેશની અનુમતિ મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here