વિશ્વનો હંફાવનાર કોંગો ફીવર ગુજરાતમાં…!!

વિશ્વનો હંફાવનાર કોંગો ફીવર ગુજરાતમાં...!!
વિશ્વનો હંફાવનાર કોંગો ફીવર ગુજરાતમાં...!!

કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ કચ્છમાં દેેખાયો

કોંગો ફીવર રોગ વિશ્વમાં ખુબ ખતરનાક રોગ છે.

આ રોગની ભારતમાં એન્ટ્રી તેમાં પણ ગુજરાતના કચ્છમાં આ કોંગો ફીવર રોગનો એક કેસ શંકાસ્પદ કેસ આવતા તંત્ર દોડતું થયું છે. માટે જવાબદાર વાયરસ પાલતુ પ્રાણીઓ જેવા કે ગાય, ભેંસ, ઘેટા બકરાના શરીરમાં જોવા મળે છે.

જયારે આ પ્રાણીઓમાં આ રોગના કોઈ ખાસ લક્ષણો જોવા મળતા નથી અને માત્ર વાહક તરીકે તેઓ કાર્ય કરે છે. આ વાયરસ પ્રાણીઓ પર રહેલી ઈતરડી મારફતે માણસમાં પ્રવેશે છે કે કયારેક આવા પ્રાણીઓના લોહી કે અન્ય પ્રવાહીથી સીધા સંપર્કમાં આવવાથી આ રોગનો ફેલાવો થતો હોય છે આ વાયરસ માણસ માટે ખૂબ જ ઘાતક સાબિત થતો હોય છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

આ રોગના શરૂઆતના લક્ષણોમાં ખૂબ જ તાવ, માથું દૃુ:ખવું, પેટમાં દૃુ:ખવું, શરીરમાં દૃુ:ખાવો, ઝાડા-ઉલટી વગેરે છે જ્યારે અમુક દિૃવસ પછી શરીરના વિવિધ ભાગો જેવા કે ચામડી, પેશાબ, મળ, યોનિમાર્ગ વગેરે મારફતે લોહી વહેવાનું ચાલુ થતું હોય છે.

માટે કોઈ પણ વ્યક્તિને આવા લક્ષણો જણાય અને ભૂતકાળમાં (14 દિવસની અંદર) ઈતરડી કરડેલ હોય તો આ રોગની શંકા લઈ યોગ્ય નિદાન અને સારવાર લેવી અતિ આવશ્યક છે.

આ રોગને અટકાવવા માટે સમયાંતરે ઈતરડી નાશક કામગીરી કરવી ખૂબ જ જરૂરી છે જેવી કે પશુઓ ઉપર ઈતરડી નાશક દૃવાઓનો છંટકાવ કરવો, પશુઓના રહેઠાણની દીવાલો, તિરાડો, બખોલોમાં પણ દૃવાઓનો છંટકાવ કરવો.

પશુઓની બાંધવાની જગ્યાની ચોખ્ખાઈ રાખવી તેમજ પશુઓની સંભાળ કરતી વખતે જરૂરી મોજા, ગમબૂટ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ આ સાથે સંકળાયેલી વ્યક્તિએ લાંબી બાંયના તેમજ પૂરા શરીરને ઢાંકતા કપડાઓ પહેરવાં જોઈએ.

આવા કોઈ શંકાસ્પદ દર્દીઓ જોવા મળે તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાઓનો સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢક, જિલ્લા પંચાયત કચ્છ દ્વારા જણાવાયું છે.

Read About Weather here

પશુપાલન વિભાગ દ્વારા ગામના 87 પશુઓની ડેલ્ટામમેલ્થીન નામની ઈતરડીનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે. તેમજ પશુઓના વાડા અંદર તેમજ આસપાસ ઈતરડીનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here