વાવાઝોડા-ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા રૂપાણી

અસરગ્રસ્તો માટે કેસ ડોલ્સ ચુકવાસે, મૃતકોના પરીવારજનોને રૂ.4-4 લાખની સહાય જાહેર

ઇજાગ્રસ્તોને રૂ.50 હજાર : કેન્દ્ર અને રાજયના મળી કુલ 6 લાખની સહાય મળશે

તારાજ વિસ્તારનું હવાઇ નિરીક્ષણ કર્યુ, ઉના તાલુકાના ગામોમાં લોકોને રૂબરૂ મળી હૈયાધારણા આપતા મુખ્યમંત્રી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રના વાવાઝોડાથી પ્રભાવીત અને તારાજ વિસ્તારોની જાત મુલાકાત લીધી હતી અને સૌથી વધુ અસરગ્રસ્ત ગામોમાં લોકોને રૂબરૂ મળી એમની વિપદા અને વિતક ગાથાની વિગતો જાણી હતી. તેમણે વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ પણ કર્યુ હતું. વાવાઝોડાથી જેમનું સ્થળાંતર કરાયું છે એ તમામને આજથી 7 દિવસ સુધી કેસ ડોલ્સ ચુકવવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. તદ્ઉપરાંત કેન્દ્રની જેમ વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરીવારજનો માટે રાજય સરકાર તરફથી રૂ.4-4 લાખની સહાય જાહેર કરી હતી. ઇજા ગ્રસ્તો માટે રૂ.50-50 હજારની સહાય જાહેર કરી હતી.

Subscribe Saurashtra Kranti here

આ રીતે હવે ચક્રવાતના મૃતકોના પરીવારજનોને કુલ રૂ.6 લાખની સહાય મળશે અને ઇજાગ્રસ્તોને રૂ.1 લાખની મદદ મળશે. મુખ્ય પ્રધાને ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચી જઇ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. સરપંચ મોંધીબેન સોલંકી અને ગ્રામજનો પાસેથી મુખ્યપ્રધાને બધી વિગતો જાણી હતી. આપદામાં રાજય સરકાર લોકોની પડખે હોવાનો તેમણે સધીયારો આપ્યો હતો.

મુખ્યમંત્રીએ હવાઇ નિરીક્ષણ પહેલા સોશિયલ મીડિયા પર લોકોને સંબંધોન કરતા જાહેર કર્યુ હતું કે, ચક્રવાતના તોફાનોથી સ્થળાંતરીત થયેલા લોકોને આજથી 7 દિવસ સુધી કેસ ડોલ્સ ચુકવવામાં આવશે. પુખ્ત વ્યકિતને 100 રૂપીયા અને બાળકોને રૂ.60 પ્રતિ દિવસ ચુકવવામાં આવશે. તેમણે ખાત્રી આપી હતી કે, આજે સાંજ સુધીમાં તમામ વિસ્તારોમાં વિજ પુરવઠો ફરીથી શરૂ થઇ જશે. રાજયનું પરીવહન, વાહન વ્યવહાર, મોબાઇલ સેવાઓ પણ શરૂ થઇ જશે, બંધ થયેલા તમામ રસ્તાઓ પણ સાંજ સુધીમાં પૂર્વ ચાલુ થઇ જશે. વાવાઝોડા ગ્રસ્ત લોકો માટે ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહાય જાહેર કરી હતી. આજે રાજય સરકારે રોકડ સહિતની સહાયની જાહેરાત કરી દીધી છે.

Read About Weather here

મુખ્યમંત્રીએ રાહતનો શ્ર્વાસ લેતા જણાવ્યું હતું કે, રાજય સરકારના અવીરત પરીણામકારી પગલા અને જનતાની જાગૃતિને કારણે આપણે વાવાઝોડાની આફતમાંથી સાંગોપાંગ પાર ઉતર્યા છીએ અને કોઇ મોટી નુકશાની કે જાનહાની થયા નથી. એમણે વાવાઝોડાનો મક્કમતાથી મુકાબલો કરવા બદલ રાજય સરકારના તમામ વિભાગોમાં, જિલ્લાના વહીવટી તંત્ર, મંત્રીઓ અને વરીષ્ઠ અધિકારીઓની ટીમ ગુજરાતને અભીનંદન આપ્યા હતા. તેમણે કહયું હતું કે, જે ગ્રામ્ય વિસ્તારોમાં અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાનો પાણીનો પુરવઠો ખોરવાયો છે ત્યાં અત્યારે ટેન્કરથી પાણી આપવામાં આવી રહયું છે. વિજળી પુરવઠો પૂર્વવત કરવા માટે 15 હજાર વિજકર્મીઓ રાત-દિવસ મહેનત કરી રહયા છે. બંધ થયેલા રસ્તા શરૂ કરવા અને પરિસ્થિતિને થાળે પાડવા આયોજન બધ્ધ રીતે તંત્ર સખત પરીશ્રમ કરી રહયું છે.

મુખ્યમંત્રીએ ઉનામાં પ્રાંત અધિકારી સાથે બેઠક યોજી હતી અને નુકશાનીની વિગતો જાણી હતી અને રાહત કામગીરી અંગે જરૂરી સુચના આપી હતી. મુખ્યમંત્રી પીપાવાવ, રાજુલા, જાફરાબાદ વગેરે વિસ્તારોની પણ મુલાકાત લેવાના છે. અમરેલી પાસેના કોયલા ગામને વાવાઝોડાથી ભારે વ્યાપક નુકશાન થયું છે. ગામમાં 75 ટકા મકાનોને નુકશાન થયું છે મુખ્યમંત્રી આ ગામની મુલાકાત પણ લેવાના છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here