વરરાજા સહિત 17 લોકો સામે નોંધાઈ ફરિયાદ !

લોકો સામે ફરિયાદ
લોકો સામે ફરિયાદ

મંડપ, ડીજે, ફોટોગ્રાફર, ઘોડા ચાલક, વરરાજા અને વરરાજાના પિતા સહિત ૧૭ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે

સાબરકાંઠાના અમરાપુર ગામે લગ્ન પ્રસંગે યોજાયેલા વરઘોડામાં પોલીસ ત્રાટકી હતી.. આ વરઘોડામાં લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો જોવા મળ્યો હતો. પોલીસે આ મામલામાં ૧૭ લોકો વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી, અને ડીજે સહિતનો સામાન જપ્ત કર્યો.

Subscribe Saurashtra Kranti here

મળતી માહિતી અનુસાર,સાબરકાંઠા જિલ્લામાં કોરોના મહામારીને પગલે સ્વૈચ્છિક લોકડાઉન છતા પ્રાંતિજના અમરાપુર ગામે મંજૂરી વગર લગ્ન પ્રસંગ યોજતા પોલીસે રેડ પાડી હતી. વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર મોટી સંખ્યામાં લોકો થયા હતાં. પોલીસે સ્વૈચ્છિક લોકડાઉનનો ભંગ કરવા બદલ મંડપ, ડીજે, ફોટોગ્રાફર, ઘોડા ચાલક, વરરાજા અને વરરાજાના પિતા સહિત ૧૭ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનિય છે કે, આ પહેલા સાબરકાંઠા જિલ્લામાં ઇડરના માથાસુરમાં લગ્ન પ્રસંગે કાજલ મહેરિયાનો કાર્યક્રમ હતો. વગર મંજૂરીએ કાર્યક્રમ યોજાતા મોડીરાતે પોલીસ ત્રાટકી હતી. કાર્યક્રમમાં સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડી રહૃાા છે. મંજૂરી વિના મોટો કાર્યક્રમ યોજાતા તંત્ર માં ખળભળાટ જોવા મળી રહૃાો છે. માથાસુર ગામના ૩ આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

Read About Weather here

બનાસકાંઠામાં ઓક્સિજનની કમી સર્જાવાની ઘટના સામે આવી હતી. પાલનપુરની બનાસ કોવિડ-૧૯ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે કરોડો રૂપિયાના ખર્ચે નવો ઓક્સિજન પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. આ ઓક્સિજન પ્લાન્ટ તેની જાતે જ કલાકના ૨૮ કિલો ઓક્સિજન ઉત્પન્ન કરી રહૃાો છે. ઓક્સિજન પ્લાન્ટમાંથી પાઇપલાઇન દ્વારા કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડવામાં આવી રહૃાો છે. ત્યારે હવે પાલનપુરની કોવિડ -૧૯ હોસ્પિટલમાં ઓક્સિજનની કોઈ અછત નહિ રહે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે બનાસકાંઠામાં ઓક્સિજનની અછતના કારણે જિલ્લામાં ૧૦ લોકોના મોત નિપજ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here