વધુ પડતું શુદ્ધ પાણી પીવાથી સ્વાસ્થ્યને નુકસાન :

વધુ પડતું શુદ્ધ પાણી પીવાથી સ્વાસ્થ્યને નુકસાન
વધુ પડતું શુદ્ધ પાણી પીવાથી સ્વાસ્થ્યને નુકસાન

શું તમને એમ પણ લાગે છે કે, શુદ્ધ પાણી અથવા રિવર્સ ઓસ્મોસિસ (RO) ફિલ્ટર કરેલું પાણી તમારા સ્વાસ્થ્ય માટે સારું છે? જો આવું છે તો તમારે બે વાર વિચારવાની જરૂર છે, કારણ કે WHO થી CSIR સુધી એવું કહેવામાં આવ્યું છે કે વધુ પડતું શુદ્ધ પાણી તમને નુકસાન પહોંચાડી શકે છે.


વાસ્તવમાં, RO ફિલ્ટર દ્વારા, પાણીમાંથી માત્ર અશુદ્ધિઓ જ દૂર થતી નથી, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા તમામ ખનિજો પણ દૂર થાય છે, જે શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રિપોર્ટ અનુસાર, ગંદા પાણીને સાફ કરવું જરૂરી છે, પરંતુ તેને વધારે સાફ કરવું પણ સારું નથી.

નિષ્ણાંતો કહે છે કે, જો તમે RO પાણીનો ઉપયોગ કરો છો, તો તેમાં 200 થી 250 મિલિગ્રામ ટોટલ ઓગળેલા સોલિડ્સ (TDS) પ્રતિ લિટર હોવા જોઈએ. કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) એ RO પાણીને લઈને એક વેબિનાર યોજ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, RO પાણીની સમસ્યા એ છે કે પાણીમાંથી ગંદકી દૂર કરવાની પ્રક્રિયામાં જરૂરી તત્વો પણ દૂર થઈ જાય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ પણ RO પાણીના ઉપયોગને લઈને ખાસ ચેતવણી આપી છે. મેદાંતા હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડો. અશ્વિની સત્યે જણાવ્યું હતું કે, આરઓ પાણી રોગ પેદા કરતા બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને ઝેરને ફિલ્ટર કરે છે, પરંતુ તેની સાથોસાથ જરૂરી ખનિજો પણ મળતા નથી.