વઢવાણમાં રિવોલ્વરની અણીએ વેપારી પાસેથી રૂ.20.55 લાખની લૂંટ

વઢવાણમાં રિવોલ્વરની અણીએ વેપારી પાસેથી રૂ.20.55 લાખની લૂંટ
વઢવાણમાં રિવોલ્વરની અણીએ વેપારી પાસેથી રૂ.20.55 લાખની લૂંટ

જુનાગઢના વેપારીને બ્લેક નાણા વ્હાઇટ કરવા માટે બોલાવીને બાઇકમાં આવેલા ૨ શખ્સોનું કારસ્તાન : બે સકંજામાં

વઢવાણના શહેરી વિસ્તારમાં ધોળા દિવસે મૂળ જુનાગઢના યુવકને કાળા નાણાંને ધોળા કરી દેવાની લાલચ આપી ત્રણ શખ્સોએ રૂપિયા 20.55 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગેની જાણ થતી ક્રાઇમબ્રાન્ચ અને વઢવાણ પોલીસે ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે નાકાબંધી કરી બે શખ્સોને સકંજામાં પણ લીધા છે.

Subscribe Saurashtra Kranti here

ફરિયાદમાં જણાવ્યા અનુસાર મૂળ જૂનાગઢનાં મોટા કોટડા ગામનો ચેતન પટેલ બે નંબરના પૈસા લઈ વઢવાણ આવ્યો હતો. જ્યાં ગઈ કાલે બે ભેજાબાજોએ કાળા નાણાંને ધોળા કરવાની લાલચ આપી બેઠક યોજી હતી. જેમાં ભવાની ઉર્ફ ભોટુ નરેન્દ્રસિંહ મોરિ, કારણ ઉર્ફ દૂધી ખુશાલભાઈ મોરિને મળ્યો હતો.

Read About Weather here

આ બંને શખ્સોએ 5 ટકા કમિશન લઈને GST બિલ આપવાની વાત કરી હતી. અંતે લાખુપોળ ગામ પાસે પૈસાનો વહીવટ કરવા જતાં બંને શખ્સો રિવોલ્વરની અણીએ રૂ.20.55 લાખની લૂંટ કરી નાસી છૂટયા. આ બાબતની જાણકારી શહેર પોલીસને થતા તાત્કાલિક ધોરણે વઢવાણ પોલીસ દ્યટનાસ્થળે દોડી ગઇ હતી અને આ મામલે પોલીસે તપાસનો દોર યથાવત્ કરી નાખવામાં આવ્યો હતો લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ તથા સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક મહેન્દ્રકુમાર બગડ્યા ને પણ આ બાબતની જાણકારી થતા તાત્કાલિક ધોરણે તમામ પોલીસ ફોર્સ નો સંપર્ક સાધી અને આ લૂંટ ચલાવનાર ઇસમોને ઝડપી લેવા માટે સૂચના આપવામાં આવી હતી.