વડોદરામાં નોકરીની લાલચ આપી ઠગાઈ કરતા ગ્રુપના બેંકમાં 22 કરોડના વ્યવહારો મળ્યા

વડોદરામાં નોકરીની લાલચ આપી ઠગાઈ કરતા ગ્રુપના બેંકમાં 22 કરોડના વ્યવહારો મળ્યા
વડોદરામાં નોકરીની લાલચ આપી ઠગાઈ કરતા ગ્રુપના બેંકમાં 22 કરોડના વ્યવહારો મળ્યા
ટેલીગ્રામ ઉપર પાર્ટ ટાઈમ નોકરી આપવાનું કહીને શહેરના યુવાન સાથે થયેલી ઠગાઈમાં સાઇબર સેલે 6 આરોપીની ધરપકડ કરી હતી, આ આરોપીઓના રિમાન્ડ દરમિયાન પોલીસને માત્ર બે જ બેન્કના ઍકાઉન્ટની તપાસ કરતા 22 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ઉપરાંત આરોપીઓના દુબઈ, હોંગકોંગ અને કંબોડિયાનું કનેક્શન સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી મળી આવેલા બેન્ક ખાતાઓ વિરૂદ્ધ NCCRP પોર્ટલ ઉપર 23 રાજ્યોમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું હતું.\સાઇબરની ટીમે અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગરથી 6 આરોપીઓને ઝડપી પાડયા હતા. આ આરોપીઓ પાસેથી પોલીસે 7 મોબાઇલ કબજે કર્યા હતા. જેમાં કરોડોના વ્યવહારોની વિગતો મળી હતી. સાઇબર સેલ દ્વારા લેવાયેલી આરોપીઓની રિમાન્ડ દરમિયાન કરેલી પૂછપરછના આધારે હજુ પણ બીજા આરોપીઓ પણ આ ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ માત્ર બે બેન્કમાં ખોલાવેલા એકાઉન્ટની તપાસ દરમિયાન 22 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. જો કે હજુ પણ આરોપીઓએ અન્ય બેન્કમાં ખોલાવેલા એકાઉન્ટની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જિગર શુક્લ, જતીન પટેલ, સંદીપ પટેલ, પ્રદ્યુમનસિંહ પંડયા, રિયાઝ પઠાણ અને ખાલીદખાન પઠાણની ધરપકડ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here