લોઢવાની સીમમાંથી દીપડી પાંજરે પુરાઈ

લોઢવાની સીમમાંથી દીપડી પાંજરે પુરાઈ
લોઢવાની સીમમાંથી દીપડી પાંજરે પુરાઈ

લોઢવા ગામે વોકળાની સીમમાં ઘણા સમયથી એક દીપડાનો પરિવાર દેખા દેતો હતો. જેથી આ વિસ્તારનાં ખેડૂતોમાં ભય ફેલાયો હતો.

આ અંગે સુત્રાપાડા રાઉન્ડ ફોરેસ્ટ કે.કે.જોષીને જાણ કરતા છેલ્લા પાંચ દિવસથી લોઢવાનાં ખેડૂતો ભોળા રમેશ કાનાની વાડીએ પીંજરું ગોઠવીને દીપડાને પકડવાની જહેમત ચાલુ હતી.

Subscribe Saurashtra Kranti here

ગત રાત્રીનાં સમયે દીપડી પીંજરામાં પુરાઈ જતા ખેડૂતો રાહતની લાગણી અનુભવી રહ્યા છે. હજુ પણ આ વિસ્તારમાં દીપડો વસવાટ કરી રહ્યો છે. તેને પણ પકડવા ગામ લોકોની માંગણી છે. પકડાયેલી દીપડીને અમરાપુર એનિમલ ખાતે મોકલી આપેલ છે.

Read About Weather here

રેસ્ક્યુ કરવામાં રાઉન્ડ ફોરેસ્ટર કે.કે.જોષી, ટ્રેનર વિરાભાઈ તથા સ્ટાફે જહેમત ઉઠાવેલ.