લોકડાઉનનો ડર? પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ!!!

લોકડાઉન
લોકડાઉન

લોકડાઉનની દહેશતના પગલે વહેલી સવારથી હાથીખાના બજારમાં ઊમટી પડેલા

વેપારી એસોસીએશન અગ્રણીઓની અપીલઃ હાથીખાના બજારમાં પૂરતો સ્ટોક છે, કરિયાણાના જથ્થાનો સંગ્રહ ન કરો

Subscribe Saurashtra Kranti here

કોરોના કેસોમાં વધારો થતાં સરકાર દ્વારા કર્ફ્યૂના સમયમાં વધારો કરતા અને આગામી દિવસોમાં સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવે તેવી દહેશતના પગલે વડોદરા શહેરના સૌથી મોટા હાથીખાના બજારમાં નાના, મોટા વેપારીઓ સહિત માસિક કરિયાણું ભરતા ગ્રાહકોએ ભારે ધસારો કર્યો હતો. હાથીખાનામાં ભારે ધસારાને પગલે સોશિયલ ડિસ્ટનના લીરેલીરા ઉડયા હતા.

વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ઘાતક બનેલા કોરોનાના પગલે સરકારને કરફ્યુમાં વધારો કરવાની ફરજ પડી છે. તે સાથે જાહેર કાર્યક્રમો ૩૦ એપ્રીલ સુધી જાહેર કાર્યક્રમો ન કરવા માટેની ગાઇડલાઇન જાહેર કરવાની પણ ફરજ પડી છે. ત્યારે સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે હજુ પણ લોકડાઉન સહિતના કડક પગલા ભરે તેવી દહેશતના પગલે મંગળવારે મોડી સાંજથી શહેરના શોપિંગ મોલ, અનાજ કરિયાણાની દુકાનો, શાકભાજી માર્કેટ સહિતના બજારોમાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા.

દરમિયાન શહેર તેમજ આસપાસના ગામોના નાના, મોટા વેપારીઓ પણ વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા માટે સૌથી મોટા બજાર ગણાતા એવા હાથીખાના બજારમાં આજે વહેલી સવારથી ખરીદી માટે ઉમટી પડ્યા હતા. હાથીખાના બજારમાં વહેલી સવારે કીડિયારું ઊભરાયું હોય, તેમ વેપારીઓએ ભારે ધસારો કર્યો હતો. તે સાથે માસિક કરિયાણું ભરતા ગ્રાહકો દ્વારા પણ ભારે ભીડ કરવામાં આવી હતી.

લોકડાઉનની દહેશતના પગલે વહેલી સવારથી હાથીખાના બજારમાં ઊમટી પડેલા વેપારીઓ અને છૂટક ગ્રાહકોના પગલે સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું ન હતું. વેપારીઓ દ્વારા પણ નાના વેપારીઓ અને ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેની ફરજ ચૂક્યા હતા.

જોકે, વેપારી એસોસીએશનના અગ્રણીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, હાથીખાના બજારમાં પૂરતો સ્ટોક છે. સરકાર દ્વારા કોઈ લોકડાઉન કરવામાં આવનાર નથી, જેથી ભીડ ન કરવા અને જથ્થાનો સંગ્રહ કરવા જણાવવા છતાં નાના વેપારીઓએ ખરીદી માટે અને સ્ટોક ન કરવા અને ભારે ધસારો ન કરવા અપીલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની પ્રથમ લહેર વખતે લોકડાઉન કરાતા પુરવઠો ખતમ થઈ જતા ભારે મુશ્કેલીઓ સર્જાઇ હતી. તે સાથે અનેક જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવો પણ વધારો થઇ ગયો હતો. આ વખતે શરૂ થયેલી બીજી લહેરમાં પણ ગમે ત્યારે સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવે તેવી દહેશતના પગલે નાના વેપારીઓએ માલનો સ્ટોક કરવા માટે હાથીખાના બજારમાં ભારે ધસારો કર્યો હતો.

Read About Weather here

વડોદરા સ્થાનિક નાના વેપારીઓ તેમજ આસપાસના ગામો નાના-મોટા વેપારીઓ વિવિધ વાહનો લઇને ઉમટી પડતા હાથીખાનમાં પાર્કિંગ વ્યવસ્થા પણ અસ્તવ્યસ્ત થઇ ગઇ હતી. એક તબક્કે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાની ફરજ પડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here