’લૂંટેરી દુલ્હન’ ઝડપાઈ ! લગ્ન બાદ રૂપિયા પડાવી ફરાર થઈ જતી હતી

લૂંટેરી દુલ્હન
લૂંટેરી દુલ્હન

વિસાવદર પોલીસે આજે વૈશાલી નામની લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી છે

જૂનાગઢ જિલ્લામાં ૧૨મી માર્ચે એક યુવક લૂટેરી દુલ્હન (Bride)નો શિકાર બન્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામના સતીશને લગ્નની લાલચ આપી જૂનાગઢના જોશીપરામાં રહેતા અને પતી-પત્નીની ઓળખાણ આપનાર ભરત મહેતા અને અરૂણા મહેતાએ વધુ એક લગ્ન વાંચ્છુક સાથે છેતરપીંડી કરી હતી. તેમણે એક છોકરી સાથે ઓળખાણ કરાવી હતી. બંનેએ કહૃાું હતું કે, યુવતી તેની સંબંધીની દીકરી છે અને તેનું નામ વૈશાલી છે. આ રીતે બંનેએ યુવકને લગ્નની લાલચ આપી હતી.

Subscribe Saurashtra Kranti here

આ મામલે વિસાવદર પોલીસે આજે વૈશાલી નામની લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી છે. આ ટોળકીએ અગાઉ પણ કેટલાંક લગ્ન વાંચ્છુકોને છેતર્યા હોવાની આશંકાના પગલે પોલીસે તેના રિમાન્ડની માંગણી કરી હતી જેમાં ૨૪ કલાકના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વૈશાલીના શિકાર બનેલા યુવકો જો સામે આવે તો આ ભરત આણી મંડળીનો મોટો ભાંડા ફોડ થવાની શક્યતા છે.

જૂનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના વેકરીયા ગામે રહેતા અશોકભાઈ તેરૈયા નામના યુવાન સાથે છ મહિના અગાઉ ભાવનગરની વૈશાલી નામની યુવતી(લૂંટેરી દુલ્હન)ના લગ્ન થયા, અશોક તેરૈયા લગ્ન ઈચ્છુક હોય, આ લગ્ન માટે ભરત મહેતા અને ગુણવંતભાઈ જોષી નામના બે વ્યક્તિઓએ અશોક તેરૈયાનો સંપર્ક કરીને યુવતી વિધવા હોય તેમ કહીને વિશ્ર્વાસમાં લઈને અશોક તેરૈયાના લગ્ન વૈશાલી(લૂંટેરી દુલ્હન) સાથે કરાવી આપ્યા તે સમયે અશોક પાસેથી ૩૦ હજાર રૂપીયા લેવામાં આવ્યા હતા.

લગ્નના એક અઠવાડીયા બાદ પિયરમાં યુવતીના પરિવારજનની તબિયત સારી ન હોય તેવું ખોટું બહાનું બતાવી યુવતીને પિયર જવું છે તો રૂપીયાની જરૂર હોય તે સમયે ૪૫ હજાર રૂપિયા અશોક પાસેથી લીધા હતા આમ અગાઉ ૩૦ હજાર અને બાદમાં ૪૫ હજાર મળીને કુલ ૭૫ હજાર રૂપિયા અશોક તેરૈયા પાસેથી છેતરપીંડી કરીને પડાવી લેવાયા હતા. અશોક યુવતી(લૂંટેરી દુલ્હન)ને તેના પિયર મુકવા પણ ગયો હતો અને યુવતીના પરિવારજનોએ એવુ કહૃાુ હતું કે થોડા દિવસો રોકાઈને વૈશાલી તમારે ત્યાં આવી જશે પરંતુ એ વાતને લાંબો સમય વીતી જતાં ભોગ બનનાર અશોકને ખ્યાલ આવ્યો કે તેની સાથે લગ્નનું નાટક કરીને છેતરપીંડી થઈ છે.

Read About Weather here

પોતાની સાથે લગ્નના બહાને થયેલી છેતરપીંડીને લઈને અશોક તેરૈયાએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ભરત મહેતા, ગુણવંત જોશી અને લગ્નનું નાટક કરનાર વૈશાલી નામની યુવતી વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે. આરોપી ભરત મહેતા તાજેતરમાં જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામે યુવાન સાથે આ જ પ્રકારની લગ્નના બહાને થયેલી છેતરપીડીંના કેસમાં પણ આરોપી છે.

ભરત મહેતા આવી રીતે ખોટા લગ્ન કરાવી આપવાનો એજન્ટ છે અને વચેટીયા તરીકે કામ કરે છે. જે આરોપી ભરત મહેતા હાલ આંબલીયા ગામના યુવાન સાથેની છેતરપીંડીના કેસમાં કસ્ટડીમાં છે. જૂનાગઢ જીલ્લામાં છેલ્લા પંદર દિવસમાં લગ્નના બહાને છેતરપીંડી થયાનો આ બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્ન જેવી પવિત્ર પરંપરાને રૂપીયાના લાલચુએ જાણે એક મજાક બનાવીને રૂપીયા કમાવાનું સાધન બનાવી લીધું હોય તેવી ઘટનાઓ બની રહી છે જે સમાજ માટે લાલબત્તી સમાન છે. પોલીસે અશોક તેરૈયાની ફરીયાદ લઈને છેતરપીંડી કરનાર ત્રણેય આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here