લાલચ બૂરી બલા: વેપારીના હાથમાંથી ધોવાણા કરોડો રૂપિયા !

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

વડોદરાના બિલ ચાપડ રોડ પર રહેતો અમદાવાદ જિલ્લાના ધંધૂકાના રહેવાસી ધ્રુવ વિપુલભાઈ શાહ સ્ટોક માર્કેટનો વેપારનો કરતો હોવાથી તેને ગત ઓક્ટોબર ૨૦૨૦માં તેણે સોશિયલ મીડિયા પર શેરબજાર, આઇપીઓ, ફોરેક્સ અને બિટકોઈનનીએક જાહેરાત જોઈ અને તેમ આપેલ લિન્ક માંથી સમ્પર્ક સાધ્યો.

સ્ટોક માર્કેટનો વેપાર કરતા વેપારીનો સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરી શેરબજાર, આઇપીઓ, ફોરેક્સ અને બિટકોઇનનો વેપાર ચાલુ કરવા માટે લાલચ આપી ૧૨ શખસે અલગ-અલગ રીતે ફોન કરીને ૪ કરોડ ઉપરાંતની રકમ ટ્રાન્સફર કરાવ્યા બાદ એમાંથી રિટર્ન પેટે ૧ કરોડ ૯૬ લાખ આપી બાકીના બે કરોડ ઉપરાંતની રકમ નહીં આપી ઠગાઈ કરી હતી.

Subscribe Saurashtra Kranti here

વેપારીને કહેવાના આવ્યું હતું કે, શેર માર્કેટમાં ૧૦ લાખનું રોકાણ કરશો તો મહિને ૨૫ ટકા વળતર મળશે અને અઢી લાખથી ઉપરનું રોકાણ કરશો તો ૧૫ ટકા વળતર મળશે, જેથી યુવકે અઢી લાખના પ્લાનમાં રોકાણ કરવાનું કહેતાં ભેજાબાજોએ તેની સાથે વાતચીત કરી અલગ-અલગ અકાઉન્ટમાં રૂપિયા ૪ કરોડ રોકાણ માટે ઓક્ટોબર-૨૦૨૦થી મે-૨૦૨૧ દરમ્યાન સગાં-સંબંધીઓથી પાસે લઈને આ રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી હતી.

Read About Weather here

ભેજાબાજોએ રિટર્ન પેટે યુવકને ૧ કરોડ ૯૬ લાખ રૂપિયા પરત આપ્યા હતા, જોકે બાકીના ૨.૦૮ કરોડ પરત ન આપી ફોન ઉપાડવાનું બંધ કરી યુવકને બ્લોકમાં નાખી દીધો હતો. આખરે યુવકે આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ૧૨ અકાઉન્ટધારકો સામે ફરિયાદ નોંધાવી હતી.આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here