રૂપાણી સરકારની વધુ એક સિધ્ધી, 4 કરોડ વેક્સિન ડોઝ અપાયા

મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામું
મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીનું રાજીનામું

બાવન મિલિયન વેક્સિનેશનમાં પણ દેશમાં ગુજરાત અગ્રેસર

વેક્સિનેશનનાં સ્ટાફને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી

સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે વધુ એક સિધ્ધી પ્રાપ્ત કરી લીધી છે. કોરોના વેક્સિનેશનમાં જબરી સફળતા હાંસલ કરીને ગુજરાતમાં વેક્સિનનાં ૪ કરોડ ડોઝ આપી દેવામાં આવ્યા છે.

Read National News : Click Here

Read About Weather here

રાજ્ય સરકારનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 3 કરોડ 3 લાખ ૨૨ હજાર અને ૯૪૪ લાભાર્થીઓને પ્રથમ ડોઝ અપાઈ ગયો છે, જયારે ૯૭ લાખ ૩૮ હજાર અને ૭૬૪ લોકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. બાવન મિલિયન વેક્સિનેશનમાં પણ ગુજરાત રાજ્ય દેશનાં મોટા રાજ્યોની સરખામણીમાં અગ્રેસર રહ્યું છે. મુખ્યમંત્રીએ આ સિધ્ધી બદલ રાજ્યનાં આરોગ્ય કર્મીઓને એમની કર્તવ્ય નિષ્ઠા બદલ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યમાં અત્યારે કોવિડથી સાજા થવાનો દર ૯૮.૯૬% જેટલો છે. આજે કોરોનાનાં ૧૬ કેસ રાજ્યમાં નોંધાયા હતા. તેની સામે ૧૮ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ ૮૧૪૯૨૧ લોકો કોરોનાથી મુક્ત થઇ ગયા છે. રાજ્યમાં અત્યારે માત્ર ૧૮૩ એક્ટીવ કેસ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here