રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી: વડાપ્રધાનને આમંત્રણ

રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી: વડાપ્રધાનને આમંત્રણ
રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી: વડાપ્રધાનને આમંત્રણ

રાજય સરકાર દ્વારા તા.1 થી 9 ઓગસ્ટ સુધી અલગ-અલગ સ્થળે કાર્યક્રમો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉજવણીમાં વર્ચ્યુઅલી જોડાવવાની શકયતા

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ગુજરાતની ભાજપ સરકારના પાંચ વર્ષનો કાર્યકાળ સફળતા પૂર્વક પુરો થઇ રહયો છે ત્યારે ભાજપ સરકારના પાંચ વર્ષની કામગીરીની ભવ્ય ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આજે યોજાયેલી રૂપાણી કેબીનેટની બેઠકમાં સરકારના પાંચ વર્ષનાં કાર્યકાળની પૂર્ણતાની શાનદાર ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. ઉજવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Subscribe Saurashtra Kranti here

મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગરમાં યોજાયેલી કેબીનેટની ખાસ બેઠકમાં ઉજવણી સહિતના વિવિધ મુદાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નક્કી થયા મુજબ આગામી તા.1 થી 9 ઓગસ્ટ સુધી રાજયમાં અલગ-અલગ સ્થળે કાર્યક્રમો યોજાશે. વડાપ્રધાન મોદી પણ ઉજવણીના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ જોડાય એવી સંભાવના છે.

Read About Weather here

કોરોનાની ગાઇડલાઇનના પુરેપુરા અમલ સાથે રાજયમાં જુદા-જુદા સ્થળે ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તેમ રાજય સરકારના સુત્રોએ જણાવ્યું હતું. હજુ કેબીનેટની બેઠક ચાલી રહી છે તેમ મુખ્યમંત્રીના અખબારી સચિવે જણાવ્યું હતું. પ્રાથમીક શિક્ષણના વર્ગો પણ શરૂ કરવા કે કેમ એ અંગે પણ બેઠકમાં વિચારણા કરાનાર છે. કોરોનાની પરિસ્થિતિ તેમજ રસીકરણની કામગીરી વિશે પણ કેબીનેટમાં ઉંડી ચર્ચા વિચારણા કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here