રાહતના સમાચાર : હવે ગામડાઓમાં તૈયાર થશે કોવીડ કેર સેન્ટર

ગામડાઓમાં કોવીડ કેર સેન્ટર
ગામડાઓમાં કોવીડ કેર સેન્ટર

આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતના તમામ કલેક્ટર ડીડીઓને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં સૂચના આપવામાં આવી છે કે, ગુજરાતના દરેક ગામડાઓમાં લોકભાગીદારીથી કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવે

કોરોનાની બીજી લહેર ગામડાઓ સુધી પહોંચી ગઈ છે તેમાં કોઈ બેમત નથી. શહેરોની સરખામણીમાં ગામડાઓમાં આરોગ્યની સુવિધાઓ પાંખી હોય છે. ગામડાના દર્દીને સુવિધા માટે શહેરો તરફ દોડવુ પડે છે. આવામાં ગુજરાતના ગામડાના માનવીઓને પણ કોરોનાકાળમાં સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકારે નવુ મિશન બનાવ્યું છે. આ અંતર્ગત ગુજરાતના ગામડાઓમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવાની સૂચના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતના તમામ કલેક્ટર ડીડીઓને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં સૂચના આપવામાં આવી છે કે, ગુજરાતના દરેક ગામડાઓમાં લોકભાગીદારીથી કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવે. રાજ્યમા ૮૦% થી વધુ કેસોમા લક્ષણો નથી દેખાતા અથવા સામાન્ય લક્ષણ ગામડાના આવા દર્દીને કેર સેન્ટરમાં રાખી શકાય. ૧૦-૧૫ બેડની વ્યવસ્થાવાળા કેર સેન્ટર ગામમાં જ સંસ્થાઓ અને લોકભાગીદારીથી બને. સરકારી મકાન, શાળા, હોસ્ટેલ વગેરેમા આ કોવિડ કેર સેન્ટર ઉભા કરી શકાય છે.

Read About Weather here

પત્રમાં જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોવિડના કેસ વધી રહૃાાં છે. તેથી ૮૦ ટકાથી વધુ કેસોમાં રોગના લક્ષણો જેવા મળતા નથી કે ખૂબ જ સામાન્ય પ્રકારના હોય તેવા દર્દીને કોવિડ કેર સેન્ટરમાં રાખીને સારવાર કરી શકાય છે. આ રીતે ગામડામાં અન્ય જગ્યાઓએ કોવિડ સંક્રમણ અટકાવી શકાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here