રાજય સરકારની મોટી જાહેરાત…

કેન્દ્રના વિકાસલક્ષી બજેટથી ગુજરાતને મહતમ ફાયદો: મુખ્યમંત્રી
કેન્દ્રના વિકાસલક્ષી બજેટથી ગુજરાતને મહતમ ફાયદો: મુખ્યમંત્રી

કોરોનામાં લેવાયેલા નિયંત્રણો હટાવ્યા

કેન્દ્રની એસોપી મુજબ નવી ગાઈડલાઈન જાહેર નવું જાહેરનામું 31 માર્ચ સુધી અમલમાં રહેશે

લગ્ન, સામાજીક, ધાર્મિક અને રાજકીય સમારંભમાં મર્યાદા નહીં

કોરોના કેસમાં રાહત જોવા મળતા ગુજરાત સરકારે મોટી લોકોને મોટી રાહત આપી છે. તમામ શહેરો અને સમગ્ર રાજયોમાંથી રાત્રી કફર્યુ હટાવી દેવાયો હતો ત્યારે હવે લગ્ન પ્રસંગો અને જાહેર મેળાવડામાં પણ વ્યકિતની સંખ્યાની મર્યાદા દૂર કરાઇ છે.

લગ્ન, સામાજીક, ધાર્મિક અને રાજકીય સમારંભમાં ભેગા થવા પર કોઈ જ મર્યાદા રાખવામાં આવી નથી. નવુ જાહેરનામુ 31 માર્ચ સુધી અમલી રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

અગાઉ તા.24 ફેબ્રુઆરીના રોજ સરકારે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ હતું કે રાજયમાં તમામ પ્રકારના રાજકીય સામાજિક (લગ્ન સહિત) શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, રમત ગમતની પ્રવૃતિઓ તથા અન્ય જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળોમાં-ખુલ્લા સ્થળોમાં સ્થળની ક્ષમતાના મહતમ 75 ટકા વ્યકિતઓ જયારે બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાના મહતમ 50 ટકાની મર્યાદામાં વ્યકિતઓ એકત્રીત થઇ શકશે.

Read About Weather here

જોકે આજે તા.ર8 ફેબ્રુઆરીના રોજ સરકારના ગૃહવિભાગે નવું જાહેરનામું બહાર પાડયુ છે જે મુજબ તા. 24ના જાહેરનામાના તમામ નિયંત્રણો દુર કરાયા છે.જોકે સરકારે માસ્ક ફરજીયાત પહેરવાનો નિયમ યથાવત રાખ્યો છે. આ સિવાય સોશ્યલ ડિસ્ટન્સ અને જાહેરમાં થૂંકવાના પ્રતિબંધ યથાવત રખાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here