રાજકોટ-અમદાવાદ હાઈ-વે વિદેશી દારૂનાં કટીંગનું પીઠું…?

રાજકોટ-અમદાવાદ હાઈ-વે વિદેશી દારૂનાં કટીંગનું પીઠું...?
રાજકોટ-અમદાવાદ હાઈ-વે વિદેશી દારૂનાં કટીંગનું પીઠું...?

બામણબોર ચેકપોસ્ટ પાસે રૂ. ૧૮.૫૫ લાખનો દારૂ ભરેલું આઈસર પકડાયું

એરપોર્ટ પોલીસે હરિયાણાનાં એક શખ્સને દબોચી લઇ આઈસર સહિત કુલ રૂ. ૨૬.૫૬ લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટની ભાગોળે આવેલા કુવાડવા, બામણબોર સહિતનાં વિસ્તાર બુટલેગરો માટે સ્વર્ગ સમાન હોય તેમ રોજ બરોજ દારૂનો મોટો જથ્થો પકડાઈ રહયો છે. ગઈકાલે બામણબોર ચેક પોસ્ટ પાસેથી એરપોર્ટ પોલીસે આઈસર ટ્રકમાં એક હરિયાણાનાં શખ્સને દબોચી લઇ રૂ. ૧૮.૫૫ લાખનો દારૂ પકડી પાડી કુલ રૂ. ૨૬.૫૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ એરપોર્ટ પોલીસનાં પી.આઈ જી.એમ.હડિયાની સુચનાથી પી.એસ.આઈ આર.એન.સાકળીયા, હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ ચૌહાણ, અશોકભાઈ, મહાવીરસિંહ, કનુભાઈ ભમ્મર સહિતનો સ્ટાફ રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર પેટ્રોલિંગમાં હતા.

Read About Weather here

ત્યારે ચોક્કસ બાતમીનાં આધારે બામણબોર ચેકપોસ્ટ પાસે આઈસર નંબર જીજે-૭ વાયજેડ- ૬૮૭૬  બોટલ દારૂ કિંમત રૂ. ૧૮૫૫૩૨૦ નો મળી આવતા પોલીસે આઈસરનાં ચાલક સુખવિન્દ્રસિંઘ ઉર્ફે મનોજ મનમોહિનીસિંઘ મુલતાની (રહે. કુલ્લડપુર હરિયાણા) નામના શખ્સની ધરપકડ કરી દારૂ અને આઈસર સહિત કુલ રૂ. ૨૬૫૬૮૨૦ નો મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો મોક્લાવનાર હરિયાણાનાં મોનું નામના શખ્સની શોધખોળ આદરી છે.