રાજકોટમાં સૌપ્રથમવાર ખાદી ફેશન અને ઇન્ટીરિયર શો યોજાયો

રાજકોટમાં સૌપ્રથમવાર ખાદી ફેશન અને ઇન્ટીરિયર શો યોજાયો
રાજકોટમાં સૌપ્રથમવાર ખાદી ફેશન અને ઇન્ટીરિયર શો યોજાયો

800 મીટર ખાદીમાંથી 200 લોકોના ડિઝાઇન વસ્ત્રો બનાવી પ્રદર્શિત કરાયા


રાજકોટ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ના જન્મદિવસ પર ફેશન અને ઇન્ટીરીયર ડિઝાઇન ક્ષેત્રે દેશના ભાવિને તૈયાર કરી શિક્ષણ આપતી અગ્રીમ સંસ્થા ઈન્ટરનેશન ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ડિઝાઇન અને દુનિયાભરમાં વ્યવસાયનો વ્યાપ ધરાવતી સંસ્થા ઇગઈં (બિઝનેશ નેટવર્ક ઇન્ટરનેશનલ) ના સંયુક્ત ઉપક્રમે ખાદી ફેશન શો અને સૌ પ્રથમવાર વિશિષ્ટ ખાદી પ્રદર્શનનું ભવ્ય અને મહામુલો કાર્યક્રમ રાજકોટ ખાતે યોજાયો હતો. આ અંગે રાજકોટ ના સેન્ટર ડિરેક્ટર નૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનના વિચાર આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલને સાકાર કરવા વિદ્યાર્થીઓએ ખાદી માંથી ડિઝાઇન કરી બનાવેલ વસ્ત્રોનો અનોખો ફેશન શો અને ખાદીમાંથી જ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ ઇન્ટીરિયર ડિઝાઇનની વસ્તુઓનું પ્રદર્શન કરવાનો વિચાર આવ્યો.

Read Saurashtra Kranti E-Paper : Click Here
જેમાં કુલ 250 થી વધુ વિદ્યાર્થીઓએ દોઢ થી બે મહિનાનો પરિશ્રમ કરી કપડાં અને વસ્તુઓ ડિઝાઇન કરી બનાવી. જેમાં 150 થી વધુ મોટા લોકોના અને 50 થી વધુ બાળકોના ખાદીના કપડાં ડિઝાઇન કરી તૈયાર કર્યા અને ખાદી માંથી જ ઇન્ટીરિયર વસ્તુઓ બનાવી. જેમાં વિવિધ ખાદીના અંદાજે 800 મીટર થી કાપડનો ઉપયોગ કરાયો છે. ફેશનના 150 વિદ્યાર્થીઓએ પોલી ખાદી, ડેનીમ ખાદી, સિલ્ક ખાદી, લીનન ખાદી, જ્યુટ ખાદી નો ઉપયોગ કરી કચ્છના હેન્ડલુમ્સ, જામનગરી બાંધણી, રાજકોટના પટોળા ઉપરાંત ગાંધીજીના જીવન પ્રસંગો જેવાકે દાંડી કૂચ, સત્યાગ્રહ તેમજ તેમના આદર્શોમાંથી ખાદીના કપડાં જેવાકે જેકેટ, સ્કર્ટ, પેન્ટ, કૂર્તાની સાથે ખાદીના જ બ્રેસલેટ, ઇયરીંગ્સ, નેકલેસ વગેરે ડિઝાઇન તૈયાર કર્યા હતા જે મોડલોએ રેમ્પ વોક કરી લોકો સમક્ષ રજુ કર્યા હતા.

વધુમાં કમળ, ભારતીય બાંધકામ શૈલી, સીદી સૈયદની જાળી વગેરે ને ધ્યાનમાં ડિઝાઇન તૈયાર કરી. જ્યારે ઇન્ટીરિયરમાં 100 જેટલા વિદ્યાર્થીઓએ ખાદીની ઘડિયાળ, ખાદીના કાપડમાંથી ચિત્રો, ખાદીની દોરી માંથી જુલા, ખુરશી, સોફા-ટેબલ લેમ્પ, વોલ હેંગીંગ, ગાદીના તકિયા-કવર વગેરે ખાદી નો ઉપયોગ કરી બનાવ્યા હતા.(4.4)

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here