મોઢેરા સૂર્ય મંદિરમાં સૂર્યનું પ્રથમ કિરણ સીધું સભાખંડમાં ફેલાતા આહલાદક નજારો દેખાયો

modhera-sury mandir-સૂર્ય મંદિર
modhera-sury mandir-સૂર્ય મંદિર

Subscribe Saurashtra Kranti here

મોઢેરા સૂર્ય મંદિરનું નિર્માણ સોલંકીકાળમાં થયું હતું

મહેસાણા જિલ્લાની સાન એવા જગવિખ્યાત સૂર્ય મંદિરમાં આજે આહલાદક નજારો જોવા મળ્યો હતો. આજે સૂર્યનું પ્રથમ કિરણ સીધું સભાખંડમાં થઈને ગર્ભગૃહમાં આકર્ષક રૂપમાં સૂર્ય કિરણો ફેલાયા હતી. આજે વહેલી સવારે સૂર્યોદય થતાંની સાથે જ સૂર્યનું પહેલું કિરણ મંદિરના પ્રથમ ભાગ એવા સભાખંડ અને બાદમાં સૂર્યમંદિરના બીજા ભાગ એવા સૂર્યદેવતાની મૂર્તિ હતી તે ગર્ભગૃહમાં પડ્યું હતું. પહેલાંની જેમ સૂર્યકિરણોનું પરાવર્તન મંદિરમાં સૂર્યદેવના મુગુટ પરના હીરામાં પડી આખું મંદિર સૂર્ય પ્રકાશથી પ્રકાશિત થવાનો સંજોગ હવે રહૃાો નથી. વર્ષમાં માત્ર ૨૧ માર્ચ અને ૨૩ સપ્ટેમ્બરના દિવસે આ સંજોગો બને છે. કાળ ક્રમે મોઢેરા સૂર્ય મંદિરમાં હાલ સૂર્ય દેવતાની પ્રતિમા રહી નથી, પણ સૂર્ય પ્રકાશથી મંદિરમાં સૂર્ય કિરણોનો નજારો ચોક્કસ જોવા મળે છે.

Read About Weather here

આ વિશે જાણવા મળી રહૃાું છે કે, મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના મોઢેરા સૂર્ય મંદિરનું નિર્માણ સોલંકીકાળમાં થયું હતું. ત્યારે મંદિર એ રીતે નિર્માણ કરાયું હતું કે વહેલી સવારે સૂર્યોદય થતાંની સાથે જ સૂર્યનું પહેલું કિરણ મંદિરના પ્રથમ ભાગ એવા સભાખંડ અને બાદમાં ગર્ભગૃહમાં સૂર્યમંદિરમાં સૂર્યદેવતાની મૂર્તિ હતી તે ગર્ભગૃહમાં પડતું હતું. સૂર્યદેવતાની મૂર્તિના રત્નો પર પડતાં સૂર્યકિરણ ત્યાંથી સમગ્ર મંદિરમાં અનેક કિરણોમાં પરાવર્તિત થતું હતું. આમ સમગ્ર સૂર્યમંદિર સૂર્યના પહેલા કિરણથી ઝગમગી ઉઠતું હતું. હાલમાં પણ ૨૧ માર્ચ અને ૨૩ સપ્ટેમ્બરના દિવસે આ સંજોગો બને છે. જેમાં સૂર્યનું પહેલું કિરણ સભાખંડમાંથી ગર્ભગૃહમાં પહોંચે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here