મનપાની ખખડધજ સીટી બસો જનઆરોગ્ય માટે જોખમી: પ્રદુષણથી બચવા ડો.જયેશ ડોબરીયાના સુચનો

મનપાની ખખડધજ સીટી બસો જનઆરોગ્ય માટે જોખમી: પ્રદુષણથી બચવા ડો.જયેશ ડોબરીયાના સુચનો
મનપાની ખખડધજ સીટી બસો જનઆરોગ્ય માટે જોખમી: પ્રદુષણથી બચવા ડો.જયેશ ડોબરીયાના સુચનો

રાજકોટ મનપાની ખખડધજ ડીઝલ એન્જીનવાળી સીટી બસો ધુમાડો ઓકતી હોવાથી જનઆરોગ્ય માટે જોખમી બની છે સાથે પ્રદુષણમાં વધારો થઇ રહ્યો છે. 

રાજકોટ મનપાની 177 પૈકી પર જેટલી ડીઝલ બસો હાલના દિવસોમાં ખખડધજ હાલતમાં શહેરના રાજમાર્ગો ઉપર દોડી રહી છે. આ બસોનો ઝેરી કાળો ધુમાડો કાર્બન ડાયોકસાઇડ અને કાર્બન મોનોકસાઇડ  ઓકી રહ્યો છે. સમયસર મેન્ટેનન્સ થતું નહીં હોવાથી પ્રદુષણમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આવી બસોનું મેન્ટેનન્સ થવું જરૂરી છે. 

પ્રદુષણથી બચવા જાણીતા ડો. જયેશ ડોબરીયાના જણાવ્યા પ્રમાણે અમુક વાહનોના ધુમાડો ખાસ કરીને ઉપર નહીં જતા વસંત ઋતુમાં ફેફસા, અસ્થમા જેવા રોગના લક્ષણો ધરાવતા દર્દીઓને આની અસર વધારે થતી હોય છે. લાંબા ગાળા વિચારીએ કાર્બન ડાયોકસાઇડ, મોનોકસાઇડનાં લીધે ઓકસીજનનું પ્રમાણ ઓછું થાય છે. શિયાળાની ઋતુમાં આની અસર વધુ રહે છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાલન કરાવવું જોઇએ. આર.ટી.ઓ.ના નિયમ પ્રમાણે બીએસ-6 એન્જીનવાળા વાહનોનું પાલન કરાવવું જોઇએ તો બીજી તરફ લોકોએ પોતાના આરોગ્યની કાળજી માટે જાગૃત થવું જોઇએ.  ટીબી, કોરોના, ફેફસા નબળા હોય તેવા લોકોએ કાળજી લેવી જોઇએ જયાં ટ્રાફિક સિગ્નલ હોય ત્યાં તે સમયે એન્જીન બંધ કરવા જોઇએ મોઢે માસ્ક પહેરવો જોઇએ.  આ ઉપરાંત પંજાબ, હરિયાણા રાજયની માફક રાજકોટ શહેર આસપાસના ખેડુતો ઘઉંના કટીંગ બાદ ખેતરમાં આગ લગાડી પ્રદુષણ ફેલાવે તેને ખેડુતોએ જાતે જ સમજવું જોઇએ.