મણિનગરમાં 100 વર્ષથી વધુ જૂના લીમડાના ઝાડે લીધો વૃદ્ધાનો જીવ…!

Amd-Tree-મણિનગર
Amd-Tree-મણિનગર

મણિનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે આવેલા ખોડિયાર માતાના મંદિર પાસે એક દૃુર્ઘટના બની

Subscribe Saurashtra Kranti here

અમદાવાદના મણિનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામે ખોડિયાર માતાના મંદિર સકુંલને અડીને આવેલું ૧૦૦ વર્ષથી પણ વધુ જૂનું લીમડાનું ઝાડ એકાએક ધરાશયી થઈને શાકભાજીની લારીઓ અને નાસ્તાની લારીઓ ઉપર પડ્યું હતું. સોમવારે સાંજે બનેલી આ દૃુર્ઘટનામાં વૃક્ષની નીચે શાકભાજી ખરીદી રહેલા એક વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બ્લોક થઈ જતા ફાયરની ટીમે ઝાડને કાપીને રસ્તો ખુલ્લો કરવો પડ્યો હતો.

શહેરના મણીનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે આવેલા ખોડિયાર માતાના મંદિર પાસે એક દૃુર્ઘટના બની હતી. સાંજના સમયે મંદિર પરિસરમાં આરતી થઈ રહી હતી, તે દરમિયાન જ એકાએક મંદિરને અડીને આવેલું આ ૧૦૦થી પણ વધુ વર્ષ જૂનું લીમડાનું ઝાડના ધરાશાયી થયું હતું. જોકે ચાની કીટલી ધરાવતા આધેડ મોતીસિંહ રાજપુતે બુમાબુમ કરીને લોકોને ચેતવતા મોટી જાનહાનિ થતા ટળી ગઈ હતી.

Read About Weather here

જોકે આ દૃુર્ઘટના સમયે જ કાંકરિયા ખાતે આવેલ ચંદ્ર પ્રકાશ સોસાયટી વિભાગ-૨ મા રહેતા ૬૪ વર્ષના વૃદ્ધા રેણુકાબેન મહેતાનું ઝાડ નીચે દબાઈ ગયા હતા. તેમને તાત્કાલિક ત્યાંથી કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન રેણુકાબેનનું મોત નીપજ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here