ભાજપના ઉમેદવારોએ આપના નેતાને કલેકટર કચેરીમાં જ માર્યો માર

ભાજપ
ભાજપ

ગાંધીનગર મનપા વોર્ડ ન. ૧૦ અને ૧૧ના ભાજપના ઉમેદવાર ચૂંટણી પહેલા જ કોરોના પોઝિટિવ આવ્યા છે

ભાજપના ઉમેદવારોએ કલેકટર કચેરીમાં જ નેતા માર માર્યો,

Subscribe Saurashtra Kranti here

ગાંધીનગર મનપા માટે અગામી ૧૮ એપ્રિલના રોજ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ પુરા ઉત્સાહ સાથે ચૂંટણી પ્રચાર પ્રસાર માં ઝંપલાવ્યું છે. ત્યારે પ્રચાર અને પ્રચાર અને પ્રસાર સાથે ભાજપના ઉમેદવારોએ ગુંડાગીરી પણ શરુ કરી દીધી છે.

આમ આદમી પાર્ટી ગાંધીનગર ના વોર્ડ નંબર ૩ ના પ્રમુખ સંજયભાઈ ડોડીયા નેં ભાજપના ઉમેદવાર ભરતભાઈ ગોહિલ અને તેમના સાગરીતો દ્વારા કલેકટર કચેરી માં જ ગળદાપાટુનો માર મારવા માં આવ્યો હતો. ગંભીર હાલત માં સંજયભાઈ ને સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવી રહૃાા છે.

ઉલ્લેખનીય છે કે, આગામી ૧૮ એપ્રીલના રોજ ગાંધીનગર મનપા માટે ચુંટણી જાહેર કરવામાં આવી છે. અને તેના માટેની ઉમેદવારી ફોર્મ પણ ભરાઈ ચુક્યા છે. અને જેમાં ગાંધીનગર મનપામાં થી કુલ ૮ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. ગાંધીનગર મનપામાં કુલ ૧૬૩ ઉમેદવાર ૪૪ બેઠકો પર ચૂંટણી લડશે. જેમાં ૨૩૩ ફોર્મ અલગ અલગ પાર્ટી ના ઉમેદવારો એ ભર્યા હતા. ટેક્નિકલ કારણ થી ૬૩ ફોર્મ રદ થયા થયા હતા. જયારે ૮ ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે. જેમાં ૧ બસપા, ૨ આપ, અને ૫ અપક્ષ ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચ્યા છે.

Read About Weather here

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મનપા વોર્ડ ન. ૧૦ અને ૧૧ના ભાજપના ઉમેદવાર ચૂંટણી પહેલા જ કોરોના પોઝિટિવ આવ્યા છે. મહેન્દ્ર પટેલ ૧૦ નંબરના વોર્ડમાંથી ચૂંટણી લડી રહૃાા છે. જયારે ૧૧ નંબર માંથી ગીતાબેન પટેલ ચૂંટણી લડી રહૃાા છે. ઉમેદવારો કોરોના સંક્રમિત મળી આવતા કાર્યકર્તાઓમાં પણ પ્રચાર માટે જોઈએ એટલો ઉત્સાહ જામત નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here