બેંકોમાંથી ડુપ્લીકેટ અને પ્રિન્ટેન્ડ ચલણી નોટો મળી…!

બેંકોમાં
બેંકોમાં

અમદાવાદની વિવિધ બેંકોમાં ડુપ્લીકેટ નોટ જમા, SOGએ કુલ 6.73 લાખની 1963 જેટલી ડુપ્લીકેટ ચલણી નોટો જપ્ત કરી

અમદાવાદ શહેરમાં વિવિધ બેંકોમાં ડુપ્લીકેટ ચલણી નોટો જમા થઈ હોવાની જાણ થતા એસઓજીએ તપાસ હાથધરી હતી. શહેરની વિવિધ બેંકોમાં કેટલીક ડુપ્લીકેટ ચલણી નોટો જમા થઈ છે. તપાસ દરમિયાન એસઓજીની ટીમને કુલ રૂ.6.73 લાખની 1963 જેટલી ડુપ્લીકેટ ચલણી નોટો મળી આવતા જપ્ત કરી હતી. આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

Subscribe Saurashtra Kranti here

અમદાવાદમાં કેટલીક બેંકમાં વિવિધ ડુપ્લીકેટ ચલણી નોટો જમા થઈ હતી. શહેરની 14 જેટલી બેંકમાં તપાસ હાથધરી હતી. જો કે આ બેંકમાંથી ડુપ્લીકેટ અને પ્રિન્ટેન્ડ ચલણી નોટો મળી આવી હતી. જેમાં 2 હજારની 149, 500 ની 423, 200 ની 308, 100 ની 960, 50ની 120 અને 10 ની એક મળીને કુલ 1963 નકલી નોટો મળી આવી હતી. એસઓજીએ આ નકલી નોટો કબ્જે કરી હતી. આ નકલી નોટો અંગે ગુનો દાખલ કરી તપાસ હાથધરી હતી.

Read About Weather here

તપાસમાં એવુ પણ માનવામાં આવી રહ્યુ છે કે, આટલી મોટી માત્રામાં ડુપ્લીકેટ ચલણી નોટો બેંકોમાં આવી કઈ રીત, તથા આ વિષય પર તપાસ કરતા બેંકના વહીવટી વિભાગ જે મોટા જથ્થામાં નોટો મશીન વડે ગણતા હોય છે તેમાં આવી નોટો આવી ગઈ હોવાનું પોલીસ તથા સત્તા એજન્સીઓનું માનવુ છે. જો કે આ અંગે કડક તપાસ કરવામાં આવે તો નકલી નોટો ક્યાંથી આવે છે તેની કડી મળી શકે એમ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here