બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સરકાર સમક્ષ માંગણી

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન વિરાભાઇ એસ. પટેલ તથા વાઈસ ચેરમેન શંકરસિંહ એસ.ગોહિલ દ્વારા આજરોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વર્ચ્યુઅલ મીટીંગ રાખવામાં આવેલ. જેમાં ૨૦ જેટલા સભ્યોએ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ તેમજ બાર કાઉન્સિલ ઓક ગુજરાતના પૂર્વ ચેરમેન કે.જે.શેઠના, જે.આર.ગાંધી, નિરંજન એસ.દફતરી તેમજ ગુજરાત લો હેરાલ્ડના એડીટર સુધાંશુ પટેલ તથા રાજેન્દ્ર એમ.ચૌહાણએ શ્રધ્ધાંજલી આપી બે મીનીટનું મૌન પાળવામાં આવેલ.

Subscribe Saurashtra Kranti here

કોવિડ-૧૯ ના વિક્ટ સમયે ગુજરાત રાજયના આશરે 90,000 જેટલા ધારાશાસ્ત્રીઓને આર્થિક સહાય માટે ગુજરાત સરકારને રૂપિયા પચીસ કરોડની જરૂરી સહાય આપવા માટે તેમજ જરૂરિયાતમંદ ધારાશાસ્ત્રીઓને રૂપિયા એક લાખ લોન આપવા માટે તેમજ જુનીયર ધારાશાસ્ત્રીઓ માટે માસિક રૂ. 5,000/- સ્ટાઇપેન્ડ આપવા રજુઆત કરી માંગણી કરવા માટે સર્વાનુમતે નકકી કરવામાં આવેલ છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને સરકાર તરફથી આર્થિક સહાય મળે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા પ્રદિપસિંહ જાડેજા તેમજ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ઐસ.ત્રિવેદીનાઓને રૂબરૂ મળીને રજુઆત કરી તાકીદે ૨કમ ફાળવવા માટે તમામ પ્રયત્નો કરવા તેમ સર્વાનુમતે નકકી થયેલ છે.

Read About Weather here

આજની વર્ચ્યુઅલ મીટીંગમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપ કે.પટેલ, તથા સભ્યો અનિલ સી.કેલ્લા, દિપેન કે. દવે, રમેશચંદ્ર એન.પટેલ,  કિશોરકુમાર આર.ત્રિવેદી,  નલીન ડી. પટેલ, જીતેન્દ્ર બી.ગોળવાલા, સી.કે.પટેલ  મનોજ એમ. અનડકટ, કરણસિંહ બી.વાઘેલા,  વિજય એચ.પટેલ, રમેશચંદ્ર જી. શાહ, હિતેશ જે.પટેલ, પરેશ આર.જાની, મુકેશ કામદાર, પરેશ એચ.વાઘેલા, રણજીતસિંહ રાઠોડ તથા ગુલાબખાન પઠાણ વગેરેનાઓએ જોડાઈને ચર્ચામાં ભાગ લીધેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here