બહારથી લીલા અને અંદરથી પીળા નીકળતા તરબૂચની ખેતી !

તરબૂચ
તરબૂચ

સામાન્ય તરબૂચ કરતા પ્રતિકિલોએ 5થી 10 રૂપિયા જેટલો વધારે મળે છે

ખેડૂત પ્રકાશભાઇના માર્ગદર્શનથી બોડેલી પંથકના 18 જેટલા ખેડૂતોને તરબૂચની ખેતી શરૂ કરીને સારી આવક મેળવીઆરોહી વેરાયટીમાં તરબૂચ બહારથી લીલુ-અંદરથી પીળુ અને વિશાલા વેરાયટીમાં બહારથી પીળુ-અંદરથી લાલ હોય

Subscribe Saurashtra Kranti here

પરંપરાગત ખેતીની જગ્યાએ આધુનિક ખેતી ખેડૂતોને માલામાલ કરી દેતી હોવાનું સામે આવી રહ્યું છે. રણના અમૃત તરીકે ઓળખાત તરબુચની સફળ ખેતી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સેગવા સીમળી ગામના પ્રગતિશિલ ખેડૂતે કરી છે. ટપક સિંચાઇની આધુનિક પદ્ધતિથી ઉપરથી લીલા-અંદરની પીળા અને ઉપરથી પીળા અને અંદરથી લાલ તરબુચની ખેતી કરે છે. તેઓ 4.5 એકર જમીનમાં તરબૂચની ખેતી કરી છે, તે પૈકી 2 વીઘા જમીનમાં ઓર્ગેનિક તરબુચની ખેતી કરી છે. આમ તેઓ હવે ઓર્ગેનિક તરબૂચની ખેતી તરફ વળ્યા છે અને 4.5 એકર જમીનમાં તરબુચની ખેતી કરીને તેઓ 9 લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સેગવા સીમળી ગામના 29 વર્ષીય પ્રગતિશિલ ખેડૂત પ્રકાશભાઇ રાઠવા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગોજિયાફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓએ M.Sc, M.Ed સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ છેલ્લા 4 વર્ષથી નોકરીની સાથે સાથે ખેતી પણ કરે છે.

તેમાં 14 ટકા સુગર હોય છે અને તેનો માર્કેટ ભાવ સામાન્ય તરબુચ કરતા પ્રતિકિલોએ 5થી 10 રૂપિયા જેટલો વધારે મળે છે અને 70 દિવસમાં તરબુચનો પાક તૈયાર થઇ જાય છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વિશાલા અને આરોહી વેરાઇટીના તરબુચની એક એકર જમીનમાં 50 હજારનો ખર્ચ થાય છે અને તેની સામે 2થી અઢી લાખ રૂપિયાની આવક થાય છે. મે ચાર વર્ષ પહેલા દોઢ એકર જમીનમાં તરબુચની ખેતીથી શરૂઆત કરી હતી. આજે હું 4.5 એકર જમીનમાં તરબૂચની ખેતી કરું છું. અને 4.5 એકર જમીનમાં 9 જેટલી આવક થશે. જેમાં 2.5 લાખ રૂપિયા જેટલો ખર્ચ થશે.

Read About Weather here

પ્રકાશભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે લોકડાઉનના સમયમાં અમે સવારે 7 વાગ્યે ઘરેથી છોટાહાથી લઇને નીકળી જતા હતા. અમે તે સમયે 6 લાખ રૂપિયાના તરબુચનું વેચાણ કર્યું હતું. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલમાં પણ મે ભાગ લીધો હતો અને ત્યાં 2 હજાર કિલો જેટલા તરબૂચ વેચ્યા હતા. આ ઉપરાંત ગાંધીનગરથી સીએમ વિજય રૂપાણીના ફેસબુકની ટીમે પણ મારા ખેતરની મુલાકાત લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here