ફરિયાદ : ટી-20 મેચમાં આત્મવિલોપન કરવાની ચિમકી આપનાર પંકજ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

AAM-ADAMI-PARTY
AAM-ADAMI-PARTY

પીઆઇ કે.વી.પટેલે નોંધાવી ફરિયાદ

Subscribe Saurashtra Kranti here.

ચાંદખેડાના પીઆઇ કે.વી.પટેલે ફરિયાદ નોંધાવી

મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ટી-૨૦ મેચ જો રમાશે તો આત્મવિલોપન કરવાની ધમકી આપનાર ગાંધીનગરના પંકજ પટેલ સામે ચાંદખેડાના પીઆઇ કે.વી.પટેલે ફરિયાદ નોંધાવી છે. પંકજ પટેલે પીઆઇને ફોન કરી ધમકી આપી હતી કે, મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમ્યાન હજારો લોકો ભેગા થશે જેથી કોરોનાં નહિ ફેલાય? અને વાતચીત દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીને લાફો મારવાની વાત કરી હતી. આ વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયું હતું. જેથી પીઆઇ પટેલે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

૧૨ માર્ચથી મોટેરામાં નરેન્દ્ર મોદી ખાતે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ટી-૨૦ મેચ સીરીઝની શરૂઆત થઈ છે, જેમાં પહેલી મેચના એક દિવસ પહેલા ચાંદખેડાના પીઆઇ કે.વી પટેલના મોબાઇલ પર ગાંધીનગરના રહેવાસી પંકજ પટેલનો ફોન આવ્યો હતો. ફોનમાં પંકજ પટેલે પીઆઇને કહૃાું હતું કે, આવતી કાલે હું લેખિતમાં આપીશ, પણ આ મેચમાં આ મેદની ભેગી થવી જોઈએ નહીં. નહિ તો તમારી હદના પોલિસ સ્ટેશનમાં કેસ કરી એના પર હાઈકોર્ટમાં જઈશુ અથવા આત્મવિલોપન કરીશુ બોલો શુ કેવું છે તમારે? સરકાર ગમે તેમ બનાવે એ તો ના ચાલે ને સાહેબ. કરોડોનો દંડ લોકો પાસે વસુલવાનો અને લોકોને જ બનાવવા ના? તમારે ને સરકારે ભેગા થઈ. તમને પોતાને ખબર ના પડે આટલી જન મેદની ભેગી ના થવી જોઈએ.

Read About Weather here

પીઆઇ પટેલે આ મામલે ગાંધીનગર કંટ્રોલમાં ફોન કરી તકેદારી પગલાં અંગે જાણ કરી હતી. મેચ ન રમાવવા માટે શાંતિ સુલેહનો ભંગ અને ધમકી આપતા પીઆઇ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here