પાટીદાર નેતા અલ્પેશ કથિરીયાની એટ્રોસિટી કેસમાં પોલીસે ધરપકડ કરી (22)

ALPESH-KATHIRIYA-AETROCITY
ALPESH-KATHIRIYA-AETROCITY

પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વીનર

Subscribe Saurashtra Kranti here.

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના સાથી અને પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વીનર અલ્પેશ કથીરિયાની ગઈકાલે મોડી રાત્રે સુરત એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન થયેલી બબાલ બાબતે અલ્પેશ કથીરિયાની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ફરિયાદી અને અલ્પેશ કથીરિયા વચ્ચે મારામારી થઈ હોવાનો આક્ષેપ છે. આ મામલે કામરેજ પોલીસે એટ્રોસિટીનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત મહાનગર પાલિકાની ચૂંટણી દરમિયાન વેલંજા પ્રાથમિક શાળામાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી. જ્યાં બીટીપીના કાર્યકર્તાઓ રોડની બાજુમાં બેસીને પોતાની મારુતિ વાનમાં બેસીને સ્લીપની વહેંચણી કરતાં હતા.

Read About Weather here

પાસ નેતા અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં ૧૫૦ થી ૨૦૦ જેટલા માણસો આ દરમિયાન જય સરદાર, જય પાટીદારની ટોપી પહેરીને બાઈક અને કાર પર આવીને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના કાર્યકર્તાઓને જાતિ વિષયક ગાળો ભાંડીને લાકડીથી ફટકાર્યા હતા. આટલું જ નહીં, પાસના કાર્યકરોએ ૩૦૦૦ રૂપિયાની લૂંટ કરીને જાતિવિષયક શબ્દો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here