ધોરણ ૧૦– ૧૨ના પરીક્ષા ફોર્મ ભરવાની મુદતમાં વધારો!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
બોર્ડના પરીક્ષા નિયામક એમ.કે. રાવલના જણાવ્યા મુજબ ધોરણ ૧૦ માં રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની અંતિમ મુદત તારીખ ૧૩ ડિસેમ્બર હતી તે ૧૮ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ૧૯ ડિસેમ્બર થી સાત જાન્યુઆરી દરમિયાન અલગ અલગ ત્રણ તબક્કામાં લેઈટ ફી સાથે ફોર્મ ભરી શકાશે.

Visit Saurashtra Kranti Homepage here

૧૯ થી ૨૩ ડિસેમ્બરના પ્રથમ તબક્કામાં પિયા ૨૫૦, તારીખ ૨૪ ડિસેમ્બર થી તારીખ ૨ જાન્યુઆરી સુધીના બીજા તબક્કામાં પિયા ૩૦૦ અને તારીખ ૩ જાન્યુઆરીથી તારીખ ૭ જાન્યુઆરી સુધીના ત્રીજા તબક્કામાં ૩૫૦ લેઈટ ફી રાખવામાં આવી છે.આવી જ રીતે ધોરણ ૧૨ માં ફોર્મ ભરવાની અંતિમ મુદત ૧૪ ડિસેમ્બરના પૂરી થઈ ગઈ છે અને હવે તારીખ ૧૫ ડિસેમ્બરથી ત્રણ જાન્યુઆરી દરમિયાન અલગ અલગ ત્રણ તબક્કામાં લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં આવશે.

Read About Weather here

ધોરણ ૧૦ ની માફક ધોરણ ૧૨ માં પણ લેઈટ ફી નું ધોરણ ત્રણેય તબક્કામાં સમાન રાખવામાં આવ્યું છે. ધોરણ ૧૨ માં ૧૫ થી ૧૯ ડિસેમ્બરમાં પ્રથમ તબક્કો, તારીખ ૨૦ ડિસેમ્બર થી ૨૯ ડિસેમ્બર બીજો તબક્કો અને ૩૦ ડિસેમ્બર થી ૩ જાન્યુઆરી ત્રીજો તબક્કો લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવાનો નક્કી કરાયો છે. બોર્ડે જણાવ્યું છે કે વિધાર્થીનીઓ અને દિવ્યાંગ વિધાર્થીઓને નિયમિત પરીક્ષા ફીમાંથી મુકિત આપવામાં આવી છે. પરંતુ લેઈટ ફી સાથે ફોર્મ ભરનાર કોઈપણ વિધાર્થીને કે વિધાર્થીનીને પરીક્ષા ફી માં મુકિત નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here