દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદી માહોલ

દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદી માહોલ
દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદી માહોલ

હીટવેવની આગાહી વચ્ચે ગુજરાતવાસીઓને રાહત મળી છે. ગુજરાતમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે. અમુક સ્થળોએ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે.

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે. ઉમરગામ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. આ તરફ તાપી જિલ્લાના સોનગઢમાં કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતો પાકને લઇને ચિંતામાં મુકાયા છે.

ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટા બાદ ઝરમર વરસાદી ઝાપટું વરસ્યું છે. આ વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જ્યારે ગિરિમથક સાપુતારામાં ખુશનુમા માહોલ સર્જાયો છે. તો દાહોદના ગરબાડા તાલુકામાં અણધાર્યો કમોસમી વરસાદ વરસ્યો છે.