ત્રણ વખત લેન્ડિંગ ફેલ થતા એક કલાક સુધી વિમાને હવામાં ચક્કર મારી

Flight-Amd-LANDING-FAIL-લેન્ડિંગ
Flight-Amd-LANDING-FAIL-લેન્ડિંગ

Subscribe Saurashtra Kranti here.

લેન્ડિંગનો પ્રયત્ન કર્યો તેમ છતાં અસફળતા મળી

અમદાવાદથી જેસલમેર જતી લાઈટને તકનીકી કારણસર જેસલમેર વિમાન મથકના રનવે પર લેન્ડિંગનો પ્રયત્ન કર્યો તેમ છતાં અસફળતા મળી વખતે મુશ્કેલી પડતા મુસાફરોનો શ્ર્વાસ અટકી ગયો હતો. પાયલટે ૩ વખત અલગ-અલગ રીતે લેન્ડિંગનો પ્રયત્ન કર્યો તેમ છતાં અસફળતા મળી હતી. આ કારણે આશરે એકાદ કલાક સુધી વિમાન હવામાં રહેતા મુસાફરો ડરી ગયા હતા અને કેટલાક લોકો રડવા લાગ્યા હતા.

બે કલાક પછી અમદાવાદથી જેસલમેર ફરી પ્લેનને રવાના કરાયું

બાદમાં વિમાનને ફરીથી અમદાવાદ લાવવામાં આવ્યું હતું અને સુરક્ષિત લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી બે કલાક રહીને બીજા પાયલટ દ્વારા વિમાનને જેસલમેર મોકલવામાં આવ્યું હતું અને મોડી સાંજે જેસલમેરના રનવે પર સુરક્ષિત લેન્ડીંગ કરવામાં આવ્યું હતું.

Read About Weather here

શનિવારે બપોરે ૧૨ કલાકે જેસલમેર પહોંચીને પાયલટે સુરક્ષિત લેન્ડીંગ માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ અસફળતા મળી હતી. ત્યાર બાદ વિમાનને ફરી આકાશમાં લઈ જવામાં આવ્યું હતું અને અલગ-અલગ ડાયરેક્શનમાંથી લેન્ડ કરાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ તકનીકી કારણસર લેન્ડીંગમાં મુશ્કેલી પડતા વિમાનને ફરી અમદાવાદ લાવવામાં આવ્યું હતું અને ૨:૪૦ કલાકે સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here