ડાંગના આહવા તાલુકામાં સ્વચ્છતા અભિયાન

ડાંગના આહવા તાલુકામાં સ્વચ્છતા અભિયાન
ડાંગના આહવા તાલુકામાં સ્વચ્છતા અભિયાન

ભારત સરકારનાં વન પર્યાવરણ વાયુ પરિવર્તન મંત્રાલય દિલ્હી દ્વારા પ્રેરિત તથા ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જનતા હાઇસ્કુલ શામગહાનનાં ઇકો કલબ અંતર્ગત ડાંગના આહવા તાલુકામાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. ગીર ફાઉન્ડેશન ગાંધીનગરનાં પ્રતિનિધિ અશોક પાંભાર તથા મોહમ્મદ પરમાર, શાળાનાં આચાર્ય મનુભાઈ ગાવિત તેમજ શામગહાન રેંજ કર્મીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here

અહી તજજ્ઞો દ્વારા શામગહાન જનતા હાઇસ્કુલ શાળાનાં ઇકો કલબનાં બાળકો અને શાળા પરિવારને પર્યાવરણ પ્રત્યે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે ખાસ વક્તા (પીએમડી) નાં સ્મિતાબેન ગાયકવાડે વિવિધ પ્રયોગો દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગે તથા પ્રદૂષણ નિવારણ અર્થે વિવિધ માહિતી પૂરી પાડી હતી. ઈકો કલબનાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શાળા પરિવાર અને આમંત્રિત મહેમાનોએ ગામમાં સાફ સફાઈ અભિયાન હાથ ધર્યુ હતુ. ઈકો કલબનાં બાળકો દ્વારા કચરો ભેગો કરીને કચરાપેટીમાં નાખી ગ્રામજનોને સ્વચ્છતાનાં પાઠ ભણાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here