ઝાયડસની કોરોના માટેની દવા ‘વિરાફિન’ને ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી

ઝાયડસની ‘વિરાફિન'
ઝાયડસની ‘વિરાફિન'

ઉલ્લેખનીય છે કે ખાસ કરોના સામેની સારવાર માટે બનાવવામાં આવેલી આ પહેલી દવા છે, જેને ગુજરાતમાં આવેલી ફાર્મા કંપની ઝાયડસ દ્વારા બનાવવામાં આવી છે

દેશની સ્વાસ્થ્ય સુવિધાની ક્ષમતા પુરી થઇ છે અને કેસ દિવસે દિવસે વધી રહૃાા છે. આ બધા વચ્ચે એક મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. ઝાયડસ(Zydus)ની કોરોના માટેની દૃવાના ઇમરજનસી ઉપયોગને મંજૂરી આપી દેવામાં આવી છે. ડીસીજીઆઇએ ઝાયડસની દવા વિરાફિન(Virafin)ના ઉપયોગને લીલી ઝંડી આપી દીધી છે.

Subscribe Saurashtra Kranti here

આ દવાનો ઉપયોગ હવે કોરોનાના દર્દીઓની સારવારમાં કરવામાં આવશે. ક્રવારે ડ્રગસ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ તેને મંજૂરી આપી છે. કોરોના દર્દીઓ માટે રામબાણ ગણાતી રેમડેસિવિરની અછત વચ્ચે આ રાહતના સમાચાર ગણી શકાય. મહત્વની બાબત એ છે કે હળવા લક્ષણો ધરાવતા વયસ્કોની સારવારમાં ઝાયડસની આ દવા ઉપયોગી થશે, ઝાયડસની આ દવાના પરીક્ષણ દરમિયાન ૯૧.૧૫ ટકા દર્દીઓ સાત દિવસમાં નેગેટિવ થયા છે. તેવો કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

સાથે જ દર્દીઓનું ઓક્સિજન લેવલ મેઈન્ટેઇન કરવા માટે પણ આ દવા પ્રભાવી સાબિત થઇ છે. કંપનીએ જણાવ્યું છે કે ત્રીજા ફેઝમાં ભારતના ૨૦થી ૨૫ કેન્દ્રોમાં ૨૫૦ દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેનુ અસરકારક પરિણામ મળ્યું છે. કંપનીનો દાવો છે કે જો કોરોના થયાના શરુઆતના દિવસોમાં આ દવા આપવામાં આવે તો કોરોનાને મ્હાત આપવામાં મદદ મળે છે.

Read About Weather here

વર્તમાન સમયે તો આ દવા ડોક્ટરોની સલાહ પ્રમાણે જ આપવામાં આવશે. સાથે જ અત્યારે વિવિધ હોસ્પિટલોને આ દવા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ખાસ કરોના સામેની સારવાર માટે બનાવવામાં આવેલી આ પહેલી દવા છે, જેને ગુજરાતમાં આવેલી ફાર્મા કંપની Zydus દ્વારા બનાવવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here