જૂનાગઢનાં વેપારી પાસે રૂ.24.25 લાખના સોનાની લૂંટ કરનાર સકંજામાં

જૂનાગઢનાં વેપારી પાસે રૂ.24.25 લાખના સોનાની લૂંટ કરનાર સકંજામાં
જૂનાગઢનાં વેપારી પાસે રૂ.24.25 લાખના સોનાની લૂંટ કરનાર સકંજામાં

ક્રાઈમ બ્રાંચની ઓળખ આપી ચાર શખ્સો સોનાનાં બિસ્કીટ લઇ ફરાર થયા: પોલીસે નાકાબંધી કરાવતા લુંટારૂઓને સુરેન્દ્રનગર પોલીસે દબોચી લીધા

રાજકોટમાં બાલાજી મંદિર પાસે રીક્ષામાં બેસીને જતા જૂનાગઢનાં સોની વેપારીને આંતરી અજાણ્યા બાઈક સવાર શખ્સોએ ક્રાઈમ બ્રાંચ પોલીસ હોવાની ઓળખ આપી ખિસ્સામાંથી રૂ. ૨૪.૨૫ લાખની કિંમતનાં સોનાનાં બિસ્કીટની લૂંટ કરી નાસી જતા એ.ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. નાકાબંધી કરાવતા સુરેન્દ્રનગર પોલીસે લૂંટાઓને દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ જૂનાગઢમાં ગીરનાર દરવાજા પાસે ગણેશનગરમાં રહેતા અને સોની કામ કરતો દીપક અશોકભાઈ જોગીયા (ઉ.વ.૨૭) નામનો સોની વેપારી ગઈકાલે જૂનાગઢથી રાજકોટ પોતાનાં ધંધાનાં કામે આવ્યો હતો ત્યારે રીક્ષામાં બેસીને સોની બજારમાં જતો હતો ત્યારે કરણસિંહજી હાઇસ્કૂલ પાસે બાલાજી મંદિર પાસે પાહોંચતા અજાણ્યા બે શખ્સો બાઈકમાં આવી પોતે ક્રાઈમ બ્રાંચ પોલીસ હોવાની ઓળખ આપી સોની વેપારીનો થેલો ચેક કર્યો હતો. થેલામાં કંઈ નહીં મળતા એક શખ્સે સોની વેપારીનાં ખિસ્સા ચેક કરતા તેમાંથી એક પડીકું મળી આવ્યું હતું.

જેમાં ૫૦૦ ગ્રામ સોનાના બિસ્કીટ હોય જેની કિંમત રૂ. ૨૪૨૫૦૦૦ થતી હોય ત્યારે બાઈક સવાર શખ્સોએ કહેલ કે ચાલો પોલીસ સ્ટેશન રીક્ષા લઇ લ્યો અમે રીક્ષાની પાછળ આવીએ છીએ. તેમ કહીં રીક્ષાની પાછળ થોડે સુધી આવી બંને શખ્સો નાસી ગયા હતા. બનાવનાં પગલે સોની વેપારીએ એ.ડીવીઝન પોલીસમાં જાણ કરતા પી.આઈ. સી.જી.જોષી, પી.એસ.આઈ જે.એમ.ભટ્ટ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા.

Read About Weather here

બનાવ અંગેની જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવતા ક્રાઈમ બ્રાંચ સહિતનો કાફલો દોડી આવી રોડ પર લગાવેલ સીસીટીવી ફૂટેજ ચેક કરી અન્ય શહેરોમાં પોલીસને જાણ કરી નાકાબંધી કરાવી હતી. તે દરમ્યાન રાજકોટમાં સોની વેપારી પાસે રૂ. ૨૪.૨૫ લાખનાં સોનાની લૂંટ કરનાર ચાર શખ્સોને સુરેન્દ્રનગર પોલીસે દબોચી લેતા વધુ તપાસ હાથ ધરાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here