જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા, 38 હજારનો મુદ્દામાલ જપ્ત

જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા, 38 હજારનો મુદ્દામાલ જપ્ત
જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા, 38 હજારનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગરના ઝૂંડાલ ગામમાં આવેલા મંદિર પાસેની ખુલ્લી જગ્યામાં ગઈકાલે કોમ્બિંગ નાઈટ દરમ્યાન લોકલ ક્રાઇમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને 8 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડી રોકડ રકમ, મોબાઇલ ફોન સહિત 38 હજારનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરમાં ગઈકાલે રાત્રે કોમ્બિંગ નાઈટ હોવાથી પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું. જે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાંચ – 2ની ટીમ પણ ગઈકાલે અડાલજ પોલીસ મથકની હદમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે ઝૂંડાલ ગામમાં આવેલા દીપા માતાનાં મંદિર પાસેની ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગારની બાઝી માંડીને બેઠા છે.

Visit Saurashtra Kranti Homepage here

આઠ જુગારીઓ બાજી માંડીને બેઠા હતા​​​​​​​ ત્યારે માલુમ પડયું હતું કે, જુગાર રમતાં ઈસમોનાં નામઠામ ગુલાબ ઉમેદજી ઠાકોર(રતનપુર), અરવિંદજી બળવંતજી ઠાકોર(કોબા), દિનેશ ભેમાજી ઠાકોર(રાયસણ) અરવિંદજી ઉર્ફે રાજુ ગાભાજી ઠાકોર(અમિયાપુર), વિનુજી ભેમાજી ઠાકોર(શાહપુર), ગણપતજી કાંતીજી સોલંકી(રાંધેજા) ઈશ્વરસિંહ હરીસિંહ વાઘેલા(રાંધેજા) અને નરેંદ્રભાઈ નાથાભાઈ વિસાવાડીયા(અમીયાપુર) છે.

જેનાં પગલે એલસીબીની ટીમ ઝૂંડાલ દોડી ગઈ હતી અને સ્મશાનનાં રસ્તેથી ચાલતા ચાલતા બાતમી વાળી જગ્યાએ જઈને દરોડો પાડયો હતો. એ સમયે આઠ જુગારીઓ કુંડાળું વળીને જુગાર રમી રહ્યા હતા. જેઓ પોલીસને જોઈને ડઘાઈ ગયા હતા. ત્યારે પોલીસે તેમને જે તે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી તમામની પૂછતાંછ શરૂ કરી હતી.

Read About Weather here ​​​​​

​​​​​​​ પોલીસે કુલ રૂ. 16 હજાર અને દાવ પરથી 3100 રોકડા તેમજ 18 હજાર 500 ની કિંમતના આઠ મોબાઇલ ફોન, જુગારનું સાહિત્ય જપ્ત કરી તમામની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here