જુગારની ક્લબ ઝડપાઈ: મુદ્દામાલ સાથે ચારની ધરપકડ

વિંછીયાનાં બંધાળી ગામ અને જામકંડોરણાનાં બરડીયા ગામે જુગાર રમતા આઠ પતા પ્રેમીની ધરપકડ

જેતપુર તાલુકાનાં સરધારપુર ગામની સીમમાં આવેલી વાડીમાં જુગારધામ ચાલતો હોવાની બાતમીનાં આધારે રૂરલ એલસીબી એ દરોડો પાડી રૂ.૧.૫૯ લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી નાસી ગયેલી મહિલા સહિત ત્રણની શોધખોળ આદરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ જેતપુરનાં સરધારપુર ગામની સીમમાં જુગાર ક્લબ ચાલતી હોવની ચોક્કસ બાતમીનાં આધારે રૂરલ એલસીબી પી.આઈ એ.એસ.ગોહિલની સુચનાથી પી.એસ.આઈ વી.એમ.કોલાદરા, હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ, શક્તિસિંહ સહિતના સ્ટાફે ઉપરોક્ત વાડીએ દરોડો પાડતા નવગઢ ગામે ખોડિયારધામમાં રહેતો શામજી ઉર્ફે સોમો ઉર્ફે ઉકા કાલીયા નામનો શખ્સ બહારથી માણસો ભેગા કરી વાડીમાં જુગાર ક્લબ ચલાવી પોતાના આર્થીક લાભ માટે માલ ઉઘરાવતો હોય પોલીસે દરોડા દરમ્યાન તીનપતિનો જુગાર રમતા શામજી ઉર્ફે સોમો, રાકેશ બચુ ગોહેલ, રાજુ અમી ખોખર, સંજય અનીલ સુલા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી જૂગારનાં પદમાંથી રોકડ સહિત કુલ રૂ,૧.૫૯૦૦૦ મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલી મહિલા ઢેલી આડેદરા, અચુ તથા જયેશ ઉર્ફે ભયલુ પાદરીયા સહિત ત્રણ શખ્સોની શોધખોળ આદરી છે.

Read About Weather here

જયારે અન્ય એક દરોડામાં વિંછીયા પોલીસે બંધાણી ગામની સીમમાં તીનપતિનો જુગાર રમતા ભરત છગન સોલંકી, સુરેશ ગરણીયા, વલ્લભ ઉર્ફે કના મકા કમેજાળીયા, શમ્ભુ કેશા સોલંકી, ધના હુદા ગોહિલ, મનુ દેહ ચાવડા, ભરત ભના તાવીયા, નરેશ મનુ ચાવડા  સહિત આઠ શખ્સોની ધરપકડ કરી રૂ.૮૬૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જયારે વધુ એક જૂગારનાં દરોડામાં જામકંડોરણા પોલીસે બરડિયા ગામે રામજી મંદિર પાસે જાહેરમાં તીનપતિનો ગુજાર રમતા ભરત હીરજી કાયરોટીયા, પ્રવિણ ઉર્ફે કનુ પ્રેમજી ભૂત, ભીખુ ઉર્ફે ભડો કરશન સોલંકી, હરસુખ હરી જાગાણી, રામજી ઉર્ફે રામ મનજી ભૂત સહિત પાંચની ધરપકડ કરી રૂ. ૧૯૨૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here