જાણો, રાજ્યમાં મેઘરાજા મનમૂકીને ક્યારે વરસસે

વરસાદની આગાહી
વરસાદની આગાહી

આગામી તા.૧૨ થી ૨૨ રાજ્યમાં થસે ભારે વરસાદ

૩ ઇંચ થી ૧૫ ઇંચ સુધી ખાબકશે,

તા.૧૧ જુલાઇ આસપાસ ઉપરાંત તા.૧૭  જુલાઇ આસપાસ બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી લો પ્રેસર બનશે.પ્રથમ તેમજ બીજી સિસ્ટમ્સ સમગ્ર ગુજરાત પર છવાય તેવી શકયતા છે… (દરીયાની સપાટી થી ૧.૫ કિ.મી. તેમજ ૩.૧ કિ.મી. તેમજ ૫.૮ કિ.મી. ઉપર અપરએર સાયકલોનીક સરકયુલેશન તેમજ તેના ફેલાતા ટ્રફ, ઇસ્ટવેસ્ટ સિયરજોન ઉપરાત સિસ્ટમ્સ અસર સ્વરુપ રાજ્યના સિમિત વિસ્તારોમાં વોર્ટેક્ષ અને પવનોમાં તિવ્ર વણાંકો ઉપરાંત ચોમાસુ ધરીનું નોર્મલથી દક્ષિણ તરફ આવી જવું ઇત્યાદી પરિબળો સાનુકુળ બને.

Subscribe Saurashtra Kranti here

લો પ્રેસર અસર સ્વરુપ તા.૧૨ થી તા.૨૨ જુલાઇ વરસાદના ઉપરી ઉપરી રાઉન્ડ આવશે..આ સમય દરમ્યાન સમગ્ર રાજ્યમાં ૩ ઇંચ થી લઇને ૧૫ ઇંચ સુધી વરસાદ જોવા મળી શકે છે..અમુક વિસ્તારમાં એથી પણ વધુ એટલે કે રીતસર મેઘતાંડવ જોવા મળી શકે છે.

ટુંકા સમય માં હદબહાર વરસાદ પડી જાય તેનુ નક્કી ના રહે..સિસ્ટમ્સ ટ્રેક ઉપરાંત સ્થાનિક લેવલે વોર્ટેક્ષ થશે ત્યાં ચોક્કસ પણે મેઘતાંડવ થશે….  ટુંક માં રાજ્યના વિસ્તારોમાં ભરપુર વરસાદ પડી જશેબી વેધરની એક ખાનગી સંસ્થાએ ખાસ કરીને ખેડૂતો માટે ખુબ જ સારા સમાચાર આપ્યા છે.

આગામી દિવસોમાં વાવણીલાયક સાર્વત્રીક વરસાદના રાઉન્ડ આવી રહયાનું જણાવ્યુ છે. આગામી ૧૨,૧૩ જુલાઇ સુધી રાજયભરમાં ગાજવીજ સાથે છુટોછવાયો વરસશે. તા.૧૧ જુલાઇ આજુબાજુ અને તા.૧૭ જુલાઇ આસપાસ બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી બે સિસ્ટમ્સ બનશે. જેની અસરથી તા.૧૨ થી ૨૨ જુલાઇ સુધી સમગ્ર રાજયમાં ૩ ઇંચથી ૧૫ ઇંચ સુધીનો વરસાદ ખાબકશે.

Read About Weather here

અમુક જગ્યાએ તો રીતસરનું મેઘતાંડવ જોવા મળશે. હવે ધીમે ધીમે દિવસો જાય તેમ ક્રમશઃ વાતાવરણ સુધારા તરફ જશે.તા.૧૨/૧૩ જુલાઇ સુધીમાં રાજ્યમાં ચારે બાજુ છુટા છવાયા બહોળા વિસ્તારોમાં ગાજવીજ પવન સાથે છુટો છવાયો સારો વરસાદ પડશે…

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here