Subscribe Saurashtra Kranti here.
જમાલપુરમાં રહેતી ૨૦ વર્ષીય યુવતી સાંજના સમયે ઘરે એકલી હાજર હતી
અમદાવાદના જમાલપુરમાં રહેતી ૨૦ વર્ષીય યુવતી સાંજે ઘરે એકલી હતી. તે દરમિયાન તેના પાડોશીએ તેની લાજ લૂંટવાના ઈરાદે ઘરમાં પ્રવેશી દરવાજાની સ્ટોપર બંધ કરી દીધી હતી. જો કે યુવતીએ બૂમો પાડતાં આસપાસના લોકો ભેગાં થઈ ગયા હતા અને પાડોશી યુવકને પકડી પોલીસને સોંપી દીધો હતો. યુવતીની ફરિયાદ અનુસાર ગાયકવાડ પોલીસે પાડોશી વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જમાલપુરમાં રહેતી ૨૦ વર્ષીય યુવતી સાંજના સમયે ઘરે એકલી હાજર હતી. તે દરમિયાન તેમના ઘરની બાજુમાં રહેતો સલીમ કુચામવાલા અચાનક મહિલાના ઘરમાં પ્રવેશ કરીને ઘરના દરવાજાની સ્ટોપર બંધ કરી દીધી હતી. જેથી યુવતીને પોતાની લાજ લૂંટવાનો પ્રયાસ કરતો હોવાની આશંકા જતાં તે જોરજોરથી બૂમો પાડવા લાગી હતી. તે દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.
Read About Weather here
બીજી બાજુ લોકો ભેગા થઈ જશે તે ડરથી સલીમે દરવાજો ખોલી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે લોકોએ ભેગા થઈને તેને પકડી લીધો હતો. ડરી ગયેલી યુવતીએ પોલીસને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી સલીમની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here