ગુજરાત સહિત દેશમાંથી કપાસની નિકાસમાં વિક્રમી ઉછાળો

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

ચાલુ વર્ષે નિકાસોમાં 77 લાખ ગાંસડીનો વધારો થવાની શકયતા: કુલ નિકાસો પૈકી 40 થી 45 ટકા એકલા ગુજરાતમાંથી

છેલ્લા 7 વર્ષમાં પહેલીવાર ગુજરાત અને દેશમાંથી કપાસની નિકાસોમાં વિક્રમ સર્જાતો ઉછાળો આવવાની શકયતા છે. ચાલુ વર્ષમાં કપાસની નિકાસમાં 77 લાખ ગાંસડીનો વધારો થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે. કુલ 170 કિલો ગ્રામની એક ગાંસડી હોય છે. અગાઉ 2013-14માં સૌથી વધુ 112 લાખ ગાંસડી કપાસની નિકાસ થઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ વખતે વિશ્ર્વ બજારમાં ધુમ લેવાલી હોવાથી કપાસની નિકાસમાં વિક્રમ રૂપ વધારો થઇ શકે છે. નિકાસમાં સૌથી વધુ હિસ્સો ગુજરાતનો હોય છે. એકલા ગુજરાતમાંથી 40 થી 45 ટકા કુલ નિકાસ પૈકી કપાસની ગાંસડીની નિકાસ થતી હોય છે.

કોટન એસોસીએશન ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે, નિકાસ કારો દ્વારા અપાતા બુકીંગના ડેટાના આધારે નિકાસના લક્ષ્યાંકનો અંદાજ બાંધવામાં આવે છે. 2019-20માં 50 લાખ ગાંસડી કપાસની નિકાસ થઇ હતી.

આ વર્ષે 77 લાખ ગાંસડી કપાસની નિકાસ થવાની શકયતા છે. 31 જૂલાઇ સુધીમાં 70 લાખ ગાંસડી કપાસ તો વિદેશ રવાના થઇ ચુકયો છે. વિશ્ર્વ બજારમાં ભારતના કપાસનો ભાવ અન્ય દેશો કરતા ઓછો હોય છે આથી ભારતીય કોટન માટેની જોરદાર માંગ નીકળી છે.

બાંગ્લાદેશ, વિએતનામ, ઇન્ડોનેશિયા અને ચીનમાં ભારતીય કપાસની જોરદાર લેવાલી જામી છે. કપાસનો ભાવ 356 કિલોની એક ગાંસડી દીઠ રૂ.2000 થી 2500 જેવો રાખવામાં આવ્યો છે. જે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ કરતા ઘણો ઓછો છે એવું બે નિકાસકાર અરૂણ દલાલ અને નિરવ પટેલે જણાવ્યું હતું.

Read About Weather here

આપણો કપાસ ગુણવતામાં સારો અને ભાવ પણ ઓછો હોવાથી વિશ્ર્વના આયાતકારોમાં ખુબ જ માંગ વધી ગઇ છે. ગુજરાતમાં આ વખતે પણ મગફળીની સાથે સાથે કપાસનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે. એ જોતા ખરીદ સીઝનમાં પણ સારો વરસાદ રહયો તો કપાસનું બમ્પર ઉત્પાદ થવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here