ગુજરાત સરકારે બીજી વખત ધો. 1થી 8માં માસ પ્રમોશન આપ્યું

ગુજરાત સરકારે બીજી વખત ધો. 1થી 8માં માસ પ્રમોશન આપ્યું
ગુજરાત સરકારે બીજી વખત ધો. 1થી 8માં માસ પ્રમોશન આપ્યું

ધોરણ-1થી 8ના કુલ 51,25,905 વિદ્યાર્થીઓમાંથી જેને વાર્ષિક પરીક્ષા આપી હશે તેવા વિદ્યાર્થીઓને નાપાસ કરાશે નહી

રાજ્ય સરકાર દ્વારા સતત બીજા વર્ષે ધો.1 થી 8 નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાહેરાત શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવી છે.

દેશમાં ફેલાયેલી વૈશ્ર્વિક મહામારીને કારણે સરકારે કોઈપણ પ્રકારનાં ગુણ અથવા તો ગ્રેડ વગર વિદ્યાર્થીઓને માસ પ્રોમોશન આપેલ હતું. દરેક વર્ગનાં બાળકોને ચોક્કસ પરિણામ વગર વર્ગ બઢતી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઇ વર્ષ 2022-23માં લેવાયેલી વાર્ષિક પરીક્ષાઓના પરિણામને આધારે વર્ગબઢતી આપવા અંગેના તા.21/09/2019ના જાહેરનામાના અમલને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષ પૂરતો મુલતવી રાખવામાં આવશે.આ નિર્ણયને કારણે ધોરણ 1થી 8ના વિધાર્થીઓનું પરિણામ જે પણ હોય તેમાં એમના ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને વર્ગબઢતી આપવામાં આવશે.પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ દ્વિતીય સત્રાંત(વાર્ષિક) પરીક્ષા પૂર્ણ થઇ હોવાથી પરીક્ષાના પરિણામની અસર વિદ્યાર્થીઓની વર્ગબઢતી પર લાગૂ કરવાની રહેશે નહીં.

રાજ્યભરના ધોરણ-5 અને 8ના અંદાજે 12.50 લાખ વિદ્યાર્થીને ચાલુ શૈક્ષણિક વર્ષમાં નાપાસ કરવામાં આવશે નહીં. આથી ધોરણ-5 અને 8માં વિદ્યાર્થીઓને પાસ કે નાપાસ કરવાના શિક્ષણ વિભાગના ગત વર્ષ-2020ના આદેશની અમલવારી થઇ શકશે નહીં.

Read About Weather here

આથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં વાર્ષિક પરિણામ તૈયાર કરતી વખતે ગત વર્ષ-2020ના આદેશની અમલવારી કરવી કે નહી તેની મૂંઝવણ દૂર થઇ છે. રાજ્યભરના ધોરણ-1થી 8ના કુલ-5125905 વિદ્યાર્થીઓમાંથી જેને વાર્ષિક પરીક્ષા આપી હશે તેવા વિદ્યાર્થીઓને નાપાસ કરાશે નહી. જોકે ધોરણ-1થી 8ના 51.25 લાખ વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા શનિવારે પૂર્ણ થતાં ઉનાળું વેકેશનનો પ્રારંભ થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here