ગુજરાત પર ગંભીર જળસંકટનાં ભણકારા

ગુજરાત પર ગંભીર જળસંકટનાં ભણકારા
ગુજરાત પર ગંભીર જળસંકટનાં ભણકારા

રાજયના જળાશયોમાં માત્ર 47.29% જળ સંગ્રહ: પાણી પીવા માટે આપવું કે, સિંચાઇ માટે એ મોટી દ્વીધા

ગુજરાતમાં મેઘરાજાએ રૂસણા લઇ લીધા હોવાથી અને આખો જુલાઇ તથા ઓગસ્ટ પર વરસાદ વિહોણા રહયા હોવાથી જળસંકટના ભણકારા વાગી રહયા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જળાશયોમાં પાણીનો સંગ્રહ બીલકુલ ઓછો થઇ જવા પામયો છે. કચ્છમાં પણ એવી જ પરિસ્થિતિ હોવાથી દુષ્કાળ આંગણે પહોંચી ગયો હોય એવા દ્રશ્યો દેખાય છે.

Visit Saurashtra Kranti Homepage here

સરકારી સુત્રો પાસેથી મળતા આંકડા મુજબ રાજયના જળાશયોમાં અત્યારે કુલ 47.29% જેટલો પાણીનો સંગ્રહ હોવાનું બહાર આવ્યું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ડેમોમાં 29.92% જળ જથ્થો બચ્યો છે. સૌથી ઓછું કચ્છના ડેમમાં માત્ર 13.11% પાણીનો સંગ્રહ રહયો છે.

આથી આગામી દિવસોમાં જો મેઘરાજા કૃપા નહીં કરે અને જોરદાર વરસાદ નહીં પડે તો ડેમોનાં તળીયા દેખાય જશે અને પીવાના પાણીનું ગંભીર સંકટ ઉભુ થઇ શકે છે. સૌરાષ્ટ્રમાં જયારે જરૂર પડે ત્યારે આપણે સરદાર સરોવર ડેમમાંથી પીવાનું પાણી મેળવીયે છીએ.

પણ ખુદ સરદાર સરોવર ડેમની સપાટી ઝડપથી ઘટી રહી છે. છેલ્લા આંકડા મુજબ રાજયના સૌથી મોટા સરદાર સરોવર ડેમમાં 36.69% જેવો પાણીનો જથ્થો હોવાનું માનવામાં આવે છે. સૌની યોજના હેઠળ રાજકોટ માટે બે વખત પીવાનું પાણી આજી ડેમમાં ઠાલવવામાં આવ્યું છે.

Read About Weather here

પરંતુ આગામી દિવસોમાં વરસાદ ન થાય તો સરદાર સરોવર ડેમની સપાટી વધુ ઓછી થશે અને સૌરાષ્ટ્રને પાણી મેળવવામાં પણ મુશ્કેલી પડી શકે છે. મધ્ય પ્રદેશમાં પણ સાવ ઓછો વરસાદ થયો હોવાથી સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો નથી. આગામી દિવસો કટોકટી ભર્યા બની રહેશે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here