ગુજરાતમાં ભાજપની જન આશિર્વાદ યાત્રાનો આજથી શુભારંભ

ગુજરાતમાં ભાજપની જન આશિર્વાદ યાત્રાનો આજથી શુભારંભ
ગુજરાતમાં ભાજપની જન આશિર્વાદ યાત્રાનો આજથી શુભારંભ

૫-૫ કેન્દ્રીય મંત્રીઓનાં ગુજરાતમાં ધામા, જિલ્લાઓની ફાળવણી

ડો.મહેન્દ્ર મુંજપરા અમદાવાદ અને દર્શનાબેન જરદોશ વડોદરામાં

૧૯ મી એ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટ આવશે

ગુજરાતની જનતા સાથે ખૂણેખૂણે સંપર્ક અને સંવાદ હાથ ધરવા માટેનાં હેતુથી ભાજપની જન આશિર્વાદ યાત્રાનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. ૫-૫ કેન્દ્રીય મંત્રીઓને ગુજરાતમાં ધામા નાખી યાત્રાઓની આગેવાની લઇ રહ્યા છે. તમામને જિલ્લાઓની ફાળવણી કરી દેવામાં આવી છે. વોટ બેંકનાં આધારે કેન્દ્રીય મંત્રીઓને જે તે જિલ્લાઓની આશિર્વાદ યાત્રાનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે.

આજે સવારે અમદાવાદ ખાતે કેન્દ્રીયમંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાની આગેવાની હેઠળ જન આશિર્વાદ યાત્રાનો પ્રારંભ થયો હતો. ડો.મુંજપરાએ સૌ પ્રથમ ભદ્રકાળી મંદિર જઈ દર્શન કર્યા હતા અને બાદમાં અમદાવાદમાં મેયર તથા શહેર ભાજપનાં આગેવાનો સાથે જન સંપર્ક શરૂ કર્યો હતો.

Read Local News / Articles : Saurashtra , Gujarat

વડોદરા ખાતે કેન્દ્રીયમંત્રી દર્શનાબેન જરદોશની આગેવાનીમાં ભાજપની જન આશિર્વાદ યાત્રા શરૂ થઇ હતી. એમની સાથે સંખ્યાબંધ મહિલા આગેવાન પણ જોડાય રહી છે. બનાસકાંઠામાં કેન્દ્રીયમંત્રી દેવુસિંહ રાઠોડની આગેવાનીમાં આશિર્વાદ યાત્રા શરૂ થઇ હતી.

ભાજપની જન આશિર્વાદ યાત્રાનાં ઇન્ચાર્જ તરીકે વિનોદ ચાવડા તેમજ પ્રદિપસિંહ વાઘેલા ફરજ બજાવી રહ્યા છે. રાજકોટમાં તા.૧૯ મી એ જન આશિર્વાદ યાત્રા યોજાશે. જેની આગેવાની કેન્દ્રનાં આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા લેશે.

Read About Weather here

તમામ નિર્ધારિત જિલ્લાઓમાં ખૂણેખૂણે જનતા સુધી પહોંચવા અને લોક સંપર્ક કરીને લોકોનાં મોઢેથી એમના પ્રશ્નો તથા પ્રાપ્ત થતી સુખ સુવિધાઓની વિગતો જાણવાનો હેતુ છે એવું ભાજપનાં આંતરિક સુત્રોએ જણાવ્યું હતું. એ કારણે જ વોટ બેંકનાં આધારે કેન્દ્રીય મંત્રીઓને યાત્રા માટેનાં જિલ્લા ફાળવવામાં આવ્યા છે. એ મુજબ 3 જિલ્લાઓમાં આજથી જ યાત્રાઓ શરૂ થઇ ગઈ છે. આ પ્રક્રિયાને રાજકીય નિરીક્ષકો ભાજપની ચૂંટણી તૈયારીઓ રૂપે પર નિહાળી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here