ગુજરાતમાં પાર્કિંગની સમસ્યા હલ થશે: 1 ટકા જમીન ફાળવવાનો નિર્ણય

ગુજરાતમાં પાર્કિંગની સમસ્યા હલ થશે: 1 ટકા જમીન ફાળવવાનો નિર્ણય
ગુજરાતમાં પાર્કિંગની સમસ્યા હલ થશે: 1 ટકા જમીન ફાળવવાનો નિર્ણય

રાજ્યમાં બે દાયકામાં વાહનોની સંખ્યા વધીને 3 કરોડ થઇ: ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ હવેથી પાર્કિંગ માટે 1 ટકા જમીન ફાળવી દેવાશે

અમદાવાદ સહિતના મુખ્ય શહેરોમાં વાહનોની સંખ્યામાં વધારો થયો છે, જેને કારણે પાર્કિગની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ પાર્કિગ માટે એક ટકા જમીન ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે વાહનોની પાર્કિગની સમસ્યા હલ થશે

Visit Saurashtra Kranti Homepage here

દેશ અને દુનિયામાં વાહનોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે પરંતુ ગુજરાતમાં બે દાયકા દરમિયાન વાહનોની સંખ્યામાં 73.5 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં 2001માં વાહનોની સંખ્યા 0.56 લાખ હતી જે ગત વર્ષે એટલે કે 2022માં ત્રણ કરોડનો આંકડો પાર કરી ગઇ છે. સૂરત શહેર સૌથી વધુ વાહન ધરાવતુ શહેર છે.ગુજરાતમાં શહેરીકરણ વધવાને કારણે રાજ્ય સરકાર પહેલાથી જ આવાસીય અને વ્યવસાયિક તમામ રીતની બિલ્ડિંગોમાં પાર્કિગ માટે જગ્યા ઉપલબ્ધ કરાવવુ જરૂરી કરી ચુકી છે, જેનું એક મોટુ કારણ ગુજરાતની લગભગ 46% વસ્તી મુખ્ય શહેર અને મકાન જેવી જગ્યામાં રહે છે, માટે વાહન પાર્કિંગની સમસ્યા સામે ઝઝુમવુ સ્વાભાવિક છે.

Read About Weather here

આ નિયમ માટે રાજ્ય સરકાર નોટિફિકેશન પણ જાહેર કરી ચુકી છે. ગુજરાતમાં મોટાભાગની પરિયોજનાઓ અમદાવાદમાં ચાલી રહી છે, જેની સંખ્યા લગભગ 364 છે. જોકે, સરકારે આવી 843 પરિયોજનાની ઓળખ કરી છે. જે આખા રાજ્યમાં ચાલી રહી છે. જાણકારી અનુસાર, સરકારી વિભાગ આ યોજના પર નજર રાખી રહ્યું છે, જેનાથી આ ખબર પડે કે તેમાં પાર્કિંગ માટે સુવિધા આપવામાં આવે છે કે નથી આવતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here