ગુજરાતમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરીણામ : તમામ વિદ્યાર્થીઓ પાસ

ગુજરાતમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરીણામ : તમામ વિદ્યાર્થીઓ પાસ
ગુજરાતમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરીણામ : તમામ વિદ્યાર્થીઓ પાસ

રાજયના ઇતિહાસમાં પહેલી વખત કોઇપણ પ્રવાહમાં 100 ટકા પરીણામ જાહેર થયું, બોર્ડની વેબસાઇટ પર માત્ર શાળાઓ પરીણામ જોઇ શકશે વિદ્યાર્થીઓને શાળામાંથી મળશે, માર્કશીટમાં માસ પ્રમોસનનો કયાંય ઉલ્લેખ નથી, શાળાઓના મુલ્યાનકનના આધારે પરીણામ, હવે કોલેજમાં કયાં પ્રવાહમાં પ્રવેશ લેવું તેની ચિંતામાં પડી જતા વાલીઓ અને વિદ્યાર્થીઓ, કોલેજો પર ભારે ધસારો થશે, નવા વર્ગ ખંડો ઉમેરવાની ફરજ પડશે

3245 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ

15284 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ

26831 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ

કોરોના મહામારીને પરીણામે પરીક્ષાઓ લઇ શકાય ન હોવાથી માસપ્રમોશન જાહેર થયા બાદ આખરે લાંબો સમયના ઇન્તેજાર પછી ધો.12નું વિજ્ઞાન પ્રવાહનું પરીણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. તમામ 1 લાખ 7 હજાર અને 264 વિદ્યાર્થીઓને પાસ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ રીતે ગુજરાતના શૈક્ષણિક ઇતિહાસમાં પહેલીવખત કોઇપણ પ્રવાહમાં 100 ટકા પરીણામ જાહેર કરવામાં આવ્યું છે.

Subscribe Saurashtra Kranti here

એક વિઘ્ન દુર થતા વિદ્યાર્થીઓ અને વાલી વર્ગમાં ભારે ખુશાલીની લાગણી પ્રસરી વળી છે અને હવે કોલેજોમાં કયાં પ્રવાહમાં એડમીશન મેળવવું એ દિશામાં ચર્ચા, વિચારણા અને દોડધામનો પ્રારંભ થયો છે. શાળાઓના મુલ્યાંકનના આધારે પરીણામ જાહેર કરાયું છે. બોર્ડની વેબસાઇટ પર મુકાયુ છે પણ માત્ર શાળાઓ પરીણામ જોઇ શકશે. શાળાઓમાંથી જ વિદ્યાર્થીઓને પરીણામ જાણવા મળશે. દરમ્યાન જાણવા મળ્યું છે કે, માર્કસીટમાં માસપ્રમોશનનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

ધો.12 વિજ્ઞાન પ્રવાહના પરીણામમાં 3245 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ જયારે 15284 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો છે, જયારે સૌથી વધુ 26831 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ પ્રાપ્ત થયો છે. A ગૃપના 466 વિદ્યાર્થીઓેએ 99 ટકાથી વધુ ગુણ મેળ્યા છે. જયારે B ગૃપમાં 657 વિદ્યાર્થીઓએ 99 ટકાથી વધુમાર્ક મેળવ્યા છે.

ધો.12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપવામાં આવ્યું હતું પરંતુ પરીણામની માર્કસીટમાં તેનો કયાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓને શાળામાંથી પરંપરાગત માર્કશીટ જ મળશે. 24,757 વિદ્યાથીઓને B1 ગ્રેડ મળ્યો છે. જયારે 2174 વિદ્યાર્થીઓને C1, 12071 વિદ્યાર્થીઓ C2, 2609 વિદ્યાર્થીઓને D, 289 વિદ્યાર્થીઓને E1 ગ્રેડ મળ્યો છે. જયારે 4 વિદ્યાર્થીઓને E2 એટલે કે સૌથી છેલ્લો ગ્રેડ મળ્યો છે.

Read About Weather here

દરમ્યાન આજે પરીણામ જાહેર થઇ જતા વિદ્યાર્થીઓમાં ભારે ખુશાલી જોવા મળી રહી છે. હવે કોલેજોમાં કયાં પ્રવાહમાં કઇ રીતે પ્રવેશ મેળવવો એ માટે ચર્ચા વિચારણા શરૂ થઇ છે. શાળાના આચાર્યો પણ વિદ્યાર્થીઓને એ વિશે માર્ગદર્શન આપી રહયા છે. જે વિદ્યાર્થીઓને પરીણામથી અસંતોષ હોય તો 15 દિવસમાં માર્કસીટ જમા કરાવવાની રહેશે. ધો.12ના તમામ પ્રવાહના રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા ગુણાંકન પધ્ધતી અનુસાર પરીણામો તૈયાર કરવામાં આવશે. જેને વાંધો હોય તેમણે પરીણામ પ્રસીધ્ધ થયાના 15 દિવસમાં ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ ગાંધીનગર કચેરી ખાતે પરીણામ જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે જેનો કાર્યક્રમ હવે જાહેર થશે.

કેમેસ્ટ્રી અને ફિઝીકસ માટે ધો.10નાં ગણીત અને વિજ્ઞાનના માર્ક ગણતરીમાં લેવાશે. ધો.12 સામાન્ય પ્રવાહમાં પ્રથમ ભાષા અને દ્વીતીય ભાષાના ગુણને ધો.10ની પ્રથમ ભાષા અને દ્વીતીય ભાષાના ગુણને ધ્યાનમાં લેવામાં આવશે. અંગ્રેજીના માર્ક વિદ્યાર્થીઓએ ધો.10માં મેળવેલા અંગ્રેજીના માર્ક મુજબ મુકવાનું નક્કી થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here