ગુજરાતમાં દારૂબંધી છે કે નહિ….?

Kutch-Daru-દારૂ
Kutch-Daru-દારૂ

Subscribe Saurashtra Kranti here.

કચ્છમાં પોલીસે ખૂલ્લેઆમ કટિંગ થઇ રહેલ ૪૦ લાખનો દારૂ ઝડપી પાડ્યો

ગુજરાત રાજ્યમાં આમ તો દારૂબંધીનો કાયદૃો છે પરંતુ બુટલેગરોને તેની પરવાહ નથી. રાજ્યના ખૂણે ખૂણે દારૂ ઝડપાતા આ વાતનો પુરાવો મળે છે. દારુબંધી હોવા છતાં રાજ્યની સરહદો વટાવીને છેક કચ્છ સુધી લાખો રૂપિયાનો દારુ પહોંચી જાય છે. જોકે, પોલીસને બાતમી મળતા આવો જથ્થો ઝડપાઈ પણ જાય છે.

કચ્છની અંજાર પોલીસે બાતમીના આધારે ખુલ્લેઆમ કટિંગ થઈ રહેલો ૪૦ લાખનો દારુ ઝડપી પાડ્યો છે.
અંજાર પોલીસ મથકના પીઆઈ રાણાને બાતમી મળી હતી કે મનુભા વાઘેલા અને સુજિત તિવારીએ પુના ભરવાડ અને રામા ભરવાડ પાસેથી વિદેશી દારૂ મંગાવ્યો છે. આ વિદેશી દારુ રાજુ આહિરની અંજારથી ભુજ જતા રોડ પર આવેલી વાડીમાં કટિંગ થઈ રહૃાો છે.

દરમિયાન પોલીસે સ્ટાફ સાથે જરોડા પાડતા દારુનું કટિંગ શરૂ હતું. પોલીસે આ દરોડામાં ૯૪૫ પેટી ઇંગ્લિશન દારુ કુલ બોટલ ૯૧૮૦ અને બીયરના ૪૩૨૦ ટીન મળીને એક ટ્રેલર લોડ, એક કન્ટેનર, એક આઇવા ડમ્પર, ટાટા જેનીયો તથા મારૂતિ અલ્ટો કાર સાથે મળીને ચાર આરોપીને ઝડપી પાડ્યા છે.

Read About Weather here

પોલીસે આ દરોડામાં જુદી જુદી કંપનીનો સીલ પેક ૭૫૦ એમએલનો ૯૧૮૦ નંગ દારુ જેની કિંમત ૩૫૧૪૫૦૦ રૂપિયા થાય છે તે સાથે ટુબર્ગ બીયરના ૫૦૦ એમએલના ૪૩૨૦ ટીન કિંમત ૪,૨૩,૦૦૦ આમ કુલ ૪૦ લાખ જેટલો દારુ ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત વાહનો ઝડપી પાડ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here