ગુજરાતમાં કર્ફ્યુંનો સમય ઘટાડાયો, ગણેશ ઉત્સવની છૂટ

ગુજરાતમાં કર્ફ્યુંનો સમય ઘટાડાયો, ગણેશ ઉત્સવની છૂટ
ગુજરાતમાં કર્ફ્યુંનો સમય ઘટાડાયો, ગણેશ ઉત્સવની છૂટ

પ્રતિમા ૪ ફૂટની રાખવી પડશે, રાજ્ય સરકારનો નિર્ણય

આઠ મહાનગરોમાં ૩૧ જુલાઈથી નાઈટ કર્ફ્યું રાત્રે ૧૧ થી ૬

હોટેલ અને રેસ્ટોરાં રાત્રે ૧૦ સુધી ચાલુ રાખી શકાશે: વેપારીઓનો આવકાર

ગુજરાતમાં કોરોનાંની પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ હોવાથી લોકો માટે નિયંત્રણમાં થોડી વધુ છૂટછાટો રાજ્ય સરકારે જહેર કરી છે. આઠ મહાનગરોમાં લાગુ નાઈટ કર્ફ્યુંનાં સમયમાં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે. એટલું જ નહીં હોટેલ અને રેસ્ટોરાં રાત્રે ૧૦ સુધી ચાલુ રાખવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગણેશ ઉત્સવ માટે ૪ ફૂટ ઉંચાઈની પ્રતિમાની જ છૂટ આપવામાં આવી છે. ૩૧ જુલાઈથી અમલ શરૂ થશે.

Subscribe Saurashtra Kranti here

મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટની કોર કમિટીની બેઠકમાં રાહતનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. ૩૧ જુલાઈથી નાઈટ કર્ફ્યુંનો સમય રાતના ૧૧ થી સવારનાં ૬ સુધીનો રહેશે. આઠ મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરાં રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જાહેર સમારંભો ખુલી જગ્યામાં યોજવામાં આવે તો તે માટે મહેમાનોની મર્યાદા પણ વધારી દેવાઈ છે. હવે ૨૦૦ ને બદલે ૪૦૦ મહેમાનોની હાજરીની છૂટ અપાઈ છે. આવા તમામ સમારંભો કોરોનાનાં નિયમોનાં પાલન સાથે કરવાનાં રહેશે.

Read About Weather here

ગણેશ ઉત્સવ અંગે પણ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સાર્વજનિક ગણેશ ઉત્સવમાં વધુમાં વધુ ૪ ફૂટની ગણેશ પ્રતિમા રાખી શકાશે.

કેબીનેટની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિમંત્રી આર.સી.ફળદુ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા તથા મુખ્ય સચિવ અનીલ મુકીમ વગેરે હાજર રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here