ગુજરાતના ચળકતા ટચુકડા હિરાથી દેશના નિકાસ ઉદ્યોગમાં જામતી રંગત

ગુજરાતના ચળકતા ટચુકડા હિરાથી દેશના નિકાસ ઉદ્યોગમાં જામતી રંગત
ગુજરાતના ચળકતા ટચુકડા હિરાથી દેશના નિકાસ ઉદ્યોગમાં જામતી રંગત

દેશની કુલ નિકાસો પૈકી સૌથી વધુ 8% હિસ્સો હિરાના વેપારનો: સુરત તથા ગુજરાતના હિરા ઉદ્યોગ થકી તેજીમાં આવતું નિકાસનું સેંકટર

કોરોના મહામારીના ઉપરા ઉપર ફટકા છતાં દેશના નિકાસ ઉદ્યોગે એકધારી પ્રગતી ચાલુ રાખી છે. ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં જ નિકાસોમાં 33.14 અબજ ડોલરનો વધારો નોંધાયો છે. જે ગયાં વર્ષના પ્રમાણમાં 45.17%નો વિકાસ સુચવે છે. અત્રે એવી હકીકત બહાર આવી છે કે, નિકાસ ઉદ્યોગને જળહળતો કરવાની પાછળ મુખ્ય સમર્થન સુરત અને ગુજરાતના વિખ્યાત ચમકતા હિરા ઉદ્યોગનું રહયું છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

દેશમાંથી થતી નિકાસોમાંથી અડધાથી વધુ નિકાસો 80 ચીજ વસ્તુઓની રહી છે તેમાં પણ સૌથી વધુ પ્રમાણા ચમકતા અને ચળકતા હિરાનું રહયું છે. 80 આઇટમમાંથી સૌથી વધુ હિરાની 8% જેવા નિકાસો થઇ છે. તેના પછી ડિઝલની નિકાસોનો ક્રમ આવે છે જે 5%નાં દરે આગળ વધી છે. પેટ્રોલીયમ અને ઉર્જા હિરા તથા સોના-ચાંદીના દાગીના, કૃષિ જણસો, મચ્છય ઉદ્યગ, મટન, રાસાયણો, દવાઓ, મેટલ તેમજ ઓટો જહાજ, રેલવે, એરપ્લેનના પરીવહનના સાધનોની નિકાસની પ્રમાણ કુલ નિકાસના અડધાથી વધુના પ્રમાણમાં રહી છે. આવી 80 પ્રોડોકટની સૌથી વધુ પ્રમાણમાં નિકાસ થઇ છે.

Read About Weather here

ચા, કોફી, પશુઓનો ખોરાક, મરી-મસાલા, ગાલીચા, પગરખા જેવી આઇટમોની સૌથી વધુ નિકાસ થઇ છે. ફર્નીચરની પણ મોટા પાયે નિકાસો થતી રહી છે પરંતુ આ બધામાં સૌથી વધુ હિસ્સો હિરા જવેરાતનો રહયો છે. 80 આઇટમોમાં સૌથી વધુ નિકાસ થતી આઇટમ હિરા અને જવેરાત રહયા છે. આ રીતે ગુજરાતનો ચમકતો અને દમકતો હિરા જવેરાત ઉદ્યોગ દેશના નિકાસ ઉદ્યોગ માટે દિવાદાંડી બન્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here