ગુજરાતનાં દરેક ગામમાં પહોંચશે મોબાઈલ સેવા અને ફાઈબર

ગુજરાતનાં દરેક ગામમાં પહોંચશે મોબાઈલ સેવા અને ફાઈબર
ગુજરાતનાં દરેક ગામમાં પહોંચશે મોબાઈલ સેવા અને ફાઈબર

કેવડીયા કોલોની ખાતે કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણની હૈયાધારણા

કેન્દ્રનાં સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા કોલોની ખાતે એવી ખાતરી આપી હતી કે, ગુજરાતનાં દરેક ગામમાં મોબાઈલ સેવા અને ફાઈબર પહોંચી જશે.

ગુજરાત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે તેથી અહીંનાં લોકોની આશા અને અપેક્ષા પણ વધુ હોય. જેથી તમામ વિભાગોને સાતત્યપૂર્ણ સેવાઓ પ્રદાન કરવાનો આદેશ અપાયો છે.
કેવડીયા કોલોની ખાતે ખાસ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરહદી રાજ્ય છે. તેથી ગુજરાત અને દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દૂરસંચાર વિભાગે ગુજરાતનાં આવા 60 ગામોની પસંદગી કરી છે. જેમાં રૂ.41 કરોડનાં ખર્ચે નવા 50 ટાવર ઉભા કરવામાં આવી રહ્યા છે. 37 ગામોમાં કામ થઇ ગયું છે. બાકીનાં 13 ગામોને પણ આવતા જૂન સુધીમાં મોબાઈલ કવરેજ મળી જશે.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાને દેશના તમામ 6 લાખ ગામડામાં મોબાઈલ સેવા અને ફાઈબર ઉપલબ્ધ કરવાનો નિર્દેશ આપ્યો છે એ જોતા ગુજરાતનાં તમામ 317 ગામડા જે મોબાઈલ સેવાથી વંચિત છે તેમને પણ આ સેવાઓ આપવામાં આવશે. ગુજરાતમાં કુલ 14622 ગ્રામપંચાયતો છે. લગભગ તમામ પંચાયતોમાં ફાઈબર પહોંચાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, નાણાંકીય વર્ષ દરમ્યાન રૂ.1.6 કરોડનાં ખર્ચે રાજ્યમાં પોસ્ટ વિભાગ દ્વારા 11 નવી પોસ્ટ ઓફીસનું નિર્માણ થઇ ગયું છે. બીજી 17 ઈમારતો માટે યોજના બનાવવામાં આવી છે.

વડાપ્રધાનની ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના હેઠળ ગુજરાતમાં પોસ્ટ વિભાગે અત્યાર સુધીમાં 8.75 લાખ સુક્ધયા સમૃધ્ધિ ખાતા ખોલ્યા છે. આંકડો 10 લાખ સુધી લઇ જવાશે. કોરોનાકાળમાં પણ પોસ્ટ વિભાગે કામગીરી ચાલુ રાખી આવશ્યક ચીજ-વસ્તુઓ અને દવાઓ પહોંચાડ્યા છે. તેનો ઉલ્લેખ કરતા સંચાર રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનનાં નેતૃત્વમાં ગુજરાતમાં પોસ્ટ વિભાગે અનોખી પહેલ કરી છે. જે નાગરિકોને એમના પાર્સલ રેલવે દ્વારા મોકલવા રેલવે સ્ટેશન જવું પડે છે.

Read About Weather here

હવે નવી પરી યોજના હેઠળ પોસ્ટ વિભાગ નાગરિકોનાં પાર્સલ રેલવે સુધી પહોંચાડશે અને રેલવેથી લઇ ગ્રાહકનાં ઘર સુધી પહોંચાડી દેશે. તેમણે બીએસએનએલ દ્વારા પણ ટૂંક સમયમાં 4-જી સેવા શરૂ કરવાની ખાતરી આપી હતી. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે રાજ્યનાં ટપાલ વિભાગ અને દૂરસંચાર વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તમામ ટોચનાં અધિકારીઓ હાજર રહ્યા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here